લો કાર લો બાત…ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ના બુટલેગરો દારૂ ના વાહન માટે તવેરા ગાડી નો ઉપયોગ કરે છે……
સી ડીવી.પોલીસ નિદ્રામાં….
ભરૂચ સી ડિવિઝન પોલીસ ના અધિકારીઓ કુંભકર્ણ ની જેમ નિદ્રા માં હોય તેમ લાગી રહ્યું છે દોઢ વર્ષ પહેલાં દેશી દારૂ નો જથ્થો ભરૂચ એલ.સી બી પોલીસે પકડ્યો હતો ત્યાર બાદ ગતરોજે પેરોલ ફલો સ્કવોર્ડ ના અધિકારી દ્વારા તવેરા ગાડીમાં લઈ જવાતો દેશી દારૂ નો જથ્થો જાડેશ્વર હાઈવે પરથી ઝડપી પાડવામાં સફળ થયા હતા.અંકલેશ્વર તરફ આવેલા કેટલાક ગામો માં દેશી દારૂ ની ખૂબ મોટી બટ્ટી ઓ ધમધમે છે.તે બુટલેગરો પોતાનો દેશી દારૂ ભરૂચ શહેર અને ગામડા માં ઠાલવવા માટે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આવવાના બંને પુલ નો ઉપયોગ કરે છે.અને બીજા નાના નાના બુટલેગરો આ પુલ પરથી બાઈક અને એક્ટિવા પર રોજ બપોરે બે થી ત્રણ વાગ્યા ના સુમારે ભરૂચ માં દેશી દારૂ ઠાલવવા આવે છે તો પોલીસ કોઈકવાર કાગડ પર બતાવવા પૂરતો એક આદ જથ્થાબંધ વેપારી નો કેસ કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ગતરોજ પેરોલ ફલો સ્કવોર્ડ દ્વારા દેસીદારુ ત્રીસ જેટલા મિનિયા કોથરા માંથી છસો લિટર સાથે બે ઈસમો ને પકડી પાડ્યો હતો..પરેશ જયવદન વસાવા રહે.અમરતપુર..અને અરુણ અર્જુન વસાવા રહે.નવાગામ નાઓને પકડી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી સી ડીવી. પોલીસને શોપેલ છે.દોઢ વર્ષ અગાઉ ભરૂચ એલ સી બી પોલીસે તારીખ 22/1/2018 ના રોજ ચાવજ ફાટક પાસેથી તવેરા ગાડી માંથી ચારસો પચાસ લિટર દેશી દારૂ ઝડપી પાડી સી ડીવીઝન માં ગુનો નોંધાયો હતો.શુ આવા કુઆલિટી કેસો કરવાની જવાબદારી માત્ર જિલ્લા પોલિસ એજન્સી ની છે.?..સી ડીવીઝન પોલીસ નિદ્રા માંથી જાગશે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે.બીજી તરફ ભરૂચ વિભાગીય પોલીસ ની હદમાં આવેલ પોલીસ સ્ટેશનનો ની હદ માં દેસીદારુ ની હાટડીઓ ધમધમી રહી છે તેવા સમયે રોજ ના સરેરાશ બે જેટલા એક કે બે લીટર ના કેસો કરી સંતોષ માણે છે ને કાગળ પર દેખાવો કરે છે તેવું કહેવાય છે.ભરૂચ પોલીસ દેસીદારુ ના અડ્ડા ક્યારે બંધ કરાવશે એ જોવું રહીયું..