Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાગરામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર ગોંધી રાખેલ યુવતીને સુરક્ષિત બહાર લાવતી પોલીસ

Share

વાગરામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર ગોંધી રાખેલ યુવતીને સુરક્ષિત બહાર લાવતી પોલીસ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ યુવતીને સુરક્ષિત બચાવી આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ આરોપીની સઘન પૂછતાછ વાગરા પોલીસે હાથ ધરેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિમલ કુમાર ઈશ્વરભાઈ સોનાર રહે. વાગરા જિ. ભરૂચ તેઓએ વાગરા પોલીસ મથકમાં એ મતલબની ફરિયાદ નોંધાવેલ કે તેમના ભાડુઆત બહેનને પ્રકાશ નામના શખ્સ દ્વારા વાગરા બજારમાં આવેલ એક બ્યુટી પાર્લરમાં જબરજસ્તી ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવેલ છે, તેને બચાવવા અને ભાડુઆત ની અટકાયત કરવા જણાવ્યું હતું આથી વાગરા પોલીસ એક્શનમાં આવી પોલીસ ટીમ સાથે વાગરા ટાઉનમાં ભોગ બનનાર બ્યુટી પાર્લર પર જઈ દરવાજો તોડી અંદર ગોંધી રાખેલ ભોગ બનનારને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવેલ છે, ભોગ બનનારે જણાવ્યું કે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ સાથે instagram પર મિત્રતા થઈ હતી ભોગ બનનારે વધુમાં જણાવ્યું કે પ્રકાશભાઈ દ્વારા ફોન પર વાતચીત કરતા તેઓએ ચપ્પુની અણીએ બ્યુટી પાર્લરમાં બળજબરીપૂર્વક ગોંધી રાખેલ હોય આથી પોલીસે ભોગ બનનાર નું નિવેદન નોંધે આરોપી પ્રકાશ દશરથ ઓડ હાલ રહે. અમદાવાદ મૂળ રહે. સિધ્ધપુર પાટણ ની પોલીસે ભારતીય ન્યાય સહિતા મુજબ અટકાયત કરી કલમ 75, 78, 333, 127 (2) 315 (2) તેમજ gpad મુજબ ગુનો નોંધી કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અત્રે પોલીસ દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે, કે કોઈપણ યુવતીને સોશિયલ મીડિયા કે અન્ય સાઇટ પર કોઈ યુવક પરેશાન કરતો હોય તો તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવો તેમ વાગરા પોલીસની યાદીમાં જણાવ્યું છે.


Share

Related posts

રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની કોરોનામાં અનોખી સેવા…જાણો.

ProudOfGujarat

મકાનમાં પોષડોડાનો જથ્થો રાખી તેનું ખાનગીમાં વેચાણ કરતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

સુરત જિલ્લા એલ.સી.બી એ ચોર ટોળકી ઝડપી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!