ચોરાઉ ત્રણ મોટરસાયકલ સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ
ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓનું પ્રમાણ વધવા પામ્યું છે, જેને અટકાવવા માટે પોલીસ દ્વારા અવારનવાર પેટ્રોલિંગ કામગીરી હાથ ધરી મિલકત સંબંધી ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલ રહે છે, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે મોટરસાયકલ ચોરી કરનાર પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં વણશોધાયેલા ચોરીના ગુના શોધવા માટે જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી મનમોહન ભજીયાની દુકાન પાસે એક ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે એક પરપ્રાંતીય ઉભો છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ જગ્યા પર તલાસી લેતા નરેશ ગોવિંદ તોમર વર્ષ 21 ધંધો મજૂરી રહે અબાસડા ગામ જિ. અલીરાજપુર મધ્યપ્રદેશ ને પોલીસે દબોચી લઈ આકરી ઢબે પૂછતાછ કરતા જણાવ્યું હતું કે જુદી જુદી જગ્યાઓ પરથી બાઈકની ચોરી કરેલ છે, અન્ય બે સાગ્રિતોના નામ પણ બાઈક ચોરીમાં ખુલ્યા છે, પોલીસે પરપ્રાંતીય શખ્સ પાસેથી (1)હીરો ડીલર રજીસ્ટર નં.GJ- 16BJ-6511 કિંમત રૂપિયા 20,000, (2) hero splendor plus રજીસ્ટર નંબર GJ- 16- DD-2355 કિંમત રૂપિયા 40,000 (3) hero splendor plus રજીસ્ટર નંબર GJ-16-DA- 9235 કિંમત રૂપિયા 35000 મળી કુલ રૂપિયા 95000 -/ ની ત્રણ મોટરસાયકલ સાથે પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી છે, અન્ય બે વોન્ટેડ આરોપીઓ રીતેન રહે. અલીરાજપુર એમ.પી. તથા સુનિલ રહે. અલીરાજપુર એમ.પી. ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.