દહેજ રોડ પરથી એક ખાનગી કોમ્પ્લેક્સ માંથી ₹6 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ચાર શખ્સને ઝડપી પાડતી એલસીબી પોલીસ
ભરૂચ જિલ્લામાં તાજેતરમાં દારૂ બિયરના ધંધાર્થીઓ ની પ્રવૃત્તિઓ અત્યંત વધવા પામી છે , જેને રોકવા માટે ભરૂચ પોલીસ સતત પ્રયત્નશીલ છે , ભરૂચમાં બાતમીના આધારે દહેજ બાયપાસ રોડ પરથી ખાનગી કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી ફોરવીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના રૂપિયા એક લાખથી વધુના જથ્થા તથા કુલ રૂપિયા 6,00,000 ના મુદ્દા માલ સાથે ચાર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં તહેવારો નિમિત્તે દારૂના ધંધાર્થીઓ ની પ્રવૃત્તિઓ અત્યંત ફાલી ફૂલી છે, તેવામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સતત પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોય જેના ભાગરૂપે ભરૂચ પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ જુદી જુદી દિશામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવેર ને બાતમી મળેલ કે દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સ ના પાર્કિંગમાં ટાટા ઇન્ટ્રા પીકપ ગાડી માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો આવનાર હોય તે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટીમ દ્વારા આ ખાનગી કોમ્પલેક્ષ પાસે વોચ તપાસમાં હતી તે દરમિયાન બાતમી અને વર્ણન વાળી ગાડી ટાટા ઇન્ટ્રા પિકઅપ આવતા તેની તલાસી લેતા ગાડીના પાછળના ફાડકામાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો કુલ નંગ 1008 મળી આવેલ હોય જેથી પોલીસે પ્રોહિબિટેડ મુદ્દા માલ સાથે
(1) કરણ કાંતિ રબારી ઉંમર વર્ષ 21 રહે જાડેશ્વર ભરૂચ (2) અરુણ દિગંબર ડોંગરે ઉંમર વર્ષ 25 રહે હાલ ભરૂચ મૂળ મહારાષ્ટ્ર (3) ગુલઝાર આરીફ અન્સારી ઉંમર વર્ષ 21 રહે પાલઘર મહારાષ્ટ્ર (4)હર્ષ અનિલ ઓજરે રહે. પાલઘર મહારાષ્ટ્ર ને એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ના કુલ નંગ 1008 કિંમત રૂ. 100800 , tata intra પીકપ ગાડી નંબર MH-48-CQ-8806 કિંમત રૂપિયા 500,000-/ આરોપીઓની અંગજડતી માંથી મળેલ મોબાઈલ કિંમત રૂપિયા 45,000 કુલ રૂપિયા 6,46, 300-/ ની માતબર રકમ સાથે ચાર આરોપીની અટકાયત કરેલ છે જેમાં ત્રણ પરપ્રાંતીય શકશો છે, તેમ જ આ બનાવના આરોપી સચિન મૂળ મહારાષ્ટ્રનો હોય તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા પોલીસે સઘન પ્રયત્ન હાથ ધર્યા છે.સાથેજ આ માલ કોને મંગાવ્યો ? કોના ફોન પર થી ઓર્ડર અપાયો ? ભરૂચ નો કોણ નામચીન બુટલેગર સામેલ હશે? તે શંકાઓ પર પોલીસ તપાસ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.