અંકલેશ્વરમાં શાલીમાર કોમ્પલેક્ષ પાસેથી બે બુટલેગરને ઝડપી પાડતી જીઆઇડીસી પોલીસ
ભરૂચ જિલ્લામાં દિન પ્રતિ દિન દારૂની હેરાફેરી કરનારા તત્વોમાં વધારો થવા પામ્યું છે , તેવામાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને સૂચના આપવામાં આવેલ હોય જેના ભાગરૂપે અંકલેશ્વર પોલીસે બાતમી ના આધારે અંકલેશ્વર જીઆઇડીસીના શાલીમાર હોટલ સામેના ભાગમાંથી દારૂના બે બુટલેગરને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેર પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે વિવિધ પોલીસ મથકને સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી શાલીમાર હોટલ સામે વાલિયા રોડ ખાતે બે શખ્સો દ્વારા દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોય આથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને આ ચોક્કસિના આધારે રેડ પાડતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 67 તથા બિયર ના નંગ 48 કુલ કિંમત રૂપિયા 26,800 તથા 2 મોબાઈલ કિંમત રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 36,800 ના મુદ્દા માલ સાથે આરોપી (1) ગુરુમુખ મનોહર કોટવાની ઉંમર વર્ષ 32 રહે. નંદુબર મહારાષ્ટ્ર, (2) સંતોષ અર્જુન ગુમાન ઉંમર વર્ષ 25 રહે નંદુરબાર મહારાષ્ટ્ર બંને ને ઝડપી પાડ્યા છે તેમજ વોન્ટેડ આરોપી ઉમેશ મહેશ વસાવા રહે અંકલેશ્વર ની જીઆઇડીસી પોલીસે શોધખોળ હાથ ધરેલ છે.