ભરૂચના અંકલેશ્વરમાં ફરી એક વખત ગેરકાયદેસર જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર જમીન પોતાના નામે કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જમીન અંગેના ખોટા બનાવટી દસ્તાવેજ ઊભા કરી પોતાના નામ પર બતાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ પૂછતાછ હાથ ધરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઈસ્માઈલ યુસુફ સુલેમાન પાંડોર ઉંમર વર્ષ 78 રહે. ઇથાના ફળિયું જીતાલી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ તેમના દ્વારા ગામમાં આવેલી જમીનના ખોટા અને બનાવટી દસ્તાવેજો બનાવી જે જમીન પોતાના નામ પર ના હોય તેને પોતાના નામ પર બતાવી જમીન વેચાણની મંજૂરી અંગે બનાવટી પત્રકો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે જમીનનું ઉપયોગ કરવામાં આવેલ હોય જે સમગ્ર મામલો આજે પોલીસ મથકે પહોંચ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી આ જમીન કેસમાં અન્ય કોઈની સંડોવણી છે? કે કેમ? આ ઉપરાંત અન્ય જમીન પણ આ જ રીતે આરોપી દ્વારા પચાવી પાડવામાં આવેલ છે? કે શું ? તે સહિતની બાબતો નો અભ્યાસ કરવા આરોપી ની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં લીધેલ છે.