ભરૂચ નો ગોડી રોડ બન્યો ખાડા રોડ તંત્રની નિષ્ફળતા નો વધુ એક નમૂનો સામે આવ્યો
સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ હોય ભરૂચમાં પણ આ વર્ષે સીઝનનો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે વરસાદ થતા ની સાથે જ માર્ગો પર કાદવ કીચડ અને પાણીનો ભરાવો થઈ જતો હોય છે ભરૂચ ના ગોડી રોડ પર પાણી ભરાવાના કારણે રિક્ષાચાલકોએ વરસાદી પાણી દૂર કરી ખાડા પુરવાનું કાર્ય કર્યું હતું.
ભરૂચ જિલ્લાના ગોડી રોડ પર વરસાદ થતા ની સાથે જ અત્યંત પાણીનો ભરાવો થઈ ગયેલ હોય પાણીના ભરાવાના કારણે બિસ્માર માર્ગમાં ખાડા ભુવા દેખાતા ના હોય અનેક વાહન ચાલકો આ ખાડા નો ભોગ બન્યા હોય આજે રિક્ષાચાલકો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરી ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હતી, આ તકે રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે ભરૂચ ના સમગ્ર વિસ્તારોમાં અત્યંત વરસાદી માહોલ છે, વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બન્યા છે દરેક જગ્યા ઉપર પાણીનો ભરાવો છે જેના કારણે રોગચાળામાં વધારો થવાની શક્યતા રહે છે, પરંતુ જાડી ચામડીના સત્તાધીશો તેમજ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી અહીંથી પસાર થતાં રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે રીક્ષા ચાલક દ્વારા રોડ પર પાણીનો નિકાલ કરી ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ખરેખર આ કામગીરી તંત્રએ કરવાની હોય છે પરંતુ રાહદારીઓને હિતને ધ્યાનમાં રાખીને અમારા દ્વારા કામગીરી કરાય છે આગામી સમયમાં ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગોના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે.