સુરત એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટ સંકુલમાં રેસલિંગમાં બાજી મારતા વાંકલના વિદ્યાર્થીઓ
સુરત ખાતે યોજાયેલ રેસલિંગમાં કઠોરની એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સંકુલમાં 6 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ જીતી ભરૂચની વાંકલ શાળાનું ગૌરવ વધાર્યું છે.
કઠોર કેળવણી મંડળ સંચાલિત એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુર્યા સપોર્ટ કુસ્તીની અંડર 14 માં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા જળકાવી હતી જેમાં બોયઝમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા અને અંડર 17 માં બે ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા. આ રેસલિંગમાં કઠોરની એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સંકુલમાં 6 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ જીતી વાકલ શાળા નું ગૌરવ વધાર્યું છે. જેમાં કુસ્તી અંડર 14માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ (1)કનોજીમા નૈતિક(35કિગ્રા)
(2) સુથાર ચંદન(38કિગ્રા)
(3) યાદવ રીંકેશ(41કિગ્રા)
(4) સુહાની નિત્યાનંદ (52કિગ્રા)
(5) સોજીત્રા નમન(41કિગ્રા, સિલ્વર)
(6) પ્રસાદ પ્રિન્સ(48કિગ્રા, સિલ્વર)
અંડર 17માં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થી નાયકા સુરેશ(48કિગ્રા), યાદવ રોહિત(55 કિ.ગ્રામ)
આ રેસ્લિંગમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ પ્રકાશ કુમાર મૈસુરિયા, શાળાના આચાર્ય જીતેન્દ્ર ટંડેલ,કોચ હિતાર્થ વ્યાસ,વ્યાયામ શિક્ષક જીવા રાઠોડે અભિનંદન પાઠવ્યા હતા.