હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ
ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક દ્વારા ગુનો કરી નાસી છૂટ્યા હોય તેવા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મર્ડરના આરોપીને અમદાવાદ બોપલ ખાતેથી ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2019 માં નવી બાંધકામની સાઈટ સર્જન બંગ્લોઝ હાંસોટ ખાતે ચાલી રહી હતી જેમાં અભીતેન્દ્રસિંગ ચંદેલ અને યોગેન્દ્ર સિંગ ઉર્ફે નવલ સિંગ હરિશ્ચંદ્ર ઠાકુર બંને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા તારીખ 16 /11 /2019 ના રોજ રાત્રિના સમયે બંને વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતાં બંને વચ્ચે બોલાચાલી તેમજ મારામારી થઈ હતી, જે મારામારી દરમિયાન આરોપી યોગેન્દ્ર સિંગ ઉર્ફે નવલ સિંગ ઠાકુર દ્વારા આ મરણ જનાર અભીતેન્દ્ર સિંગને માથાના ભાગે બોથળ પદાર્થ પથ્થરોના ઘાં જીખવામાં આવ્યા હતા આથી તેનું મારામારી દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તે સમય છે આ ગુનાનો આરોપી યોગેન્દ્રસિંગ ઉર્ફ નવલસિંગ નાસતો કરતો હોય અંકલેશ્વર પોલીસ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ડ્રાઇવ ચલાવવામાં આવેલ હોય જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા બાથવી મળેલ કે આરોપી મુંબઈમાં અલગ અલગ જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી અમદાવાદ ખાતે ગ્લોબલ સિક્યુરિટી બોપલ ખાતે નવી બાંધકામની સાઈટ ઉપર નોકરી કરે છે તે બાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ટેકનીકલ એનાલિસિસ કરી બોપલ ખાતેથી મર્ડરના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી લઇ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 302 મુજબ ગુનાના કામે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.