Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સુરતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી ₹2, લાખ ની લાંચ લેતા ઝડપાતા તાત્કાલિક અસરથી નોકરી પરથી છૂટા કરાયા

Share

સુરતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી ₹2, લાખ ની લાંચ લેતા ઝડપાતા તાત્કાલિક અસરથી નોકરી પરથી છૂટા કરાયા

સુરત ખાતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં મદદનીશ નિયામક વર્ગ એકમાં કામ કરતા નરેશ માવજી જાની તથા કપિલ પ્રજાપતિને રૂપિયા 2 લાખની માંગ કરતા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું જે દરમિયાન સરકારી અધિકારી વર્ગ 1 ના હોય તેમને લાંચ લેતા પકડાઈ જતા નોકરી પરથી બળતરફ કરવામાં આવ્યા છે તેમ જ કપિલ પ્રજાપતિને પણ આ સાથે જ નોકરી પરથી બળતરફ કરવામાં આવ્યા છે.

Advertisement

સુરતમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં વર્ગ એકના અધિકારી તરીકે નરેશ માવજી જાનીને વર્ષ 2022માં અજમાઈશ પર રાખવામાં આવ્યા હતા, ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમની નિમણૂક કરાઈ હતી પરંતુ તેમના દ્વારા નરેશ જાની અને કપિલ પ્રજાપતિ બંને સાથે મળીને રૂપિયા 2 લાખની ખાણ ખનીજ વિભાગમાં માંગ કરતા એન્ટીકરપ્શન બ્યુરોને જાણ કરવામાં આવતા તેના દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ બંનેની ધરપકડ કરી તેમને નોકરી પરથી બળતરફ કરવામાં આવ્યા હોય આ અંગે વર્ગ 1 ના અધિકારી નરેશ જાની દ્વારા કરવામાં આવેલ લાંચના કૃતિઓ વિશે સૂચનમાં દર્શાવેલ શરતો પૈકી અધિકારીની કામગીરી સંતોષપૂર્વક રહી નથી તેઓને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર તાત્કાલિક અસરથી નોકરી પરથી છૂટા કરવામાં આવ્યાનું ફરમાન ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું છે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેઓ નિષ્ઠાથી કામગીરી કરવામાં પણ અસફળની વળ્યા છે, આથી રૂપિયા 2 લાખની લાંચની માંગ પણ તેઓએ પોતાના સમયગાળા દરમિયાન કરી હતી ગાંધીનગર સ્થિત ઉદ્યોગ ખાણ ખનીજ વિભાગના ઉપ સચિવ જીનલ ચૌધરી દ્વારા તાત્કાલિક અસરથી તેમને છુટા કરવામાં આવ્યા છે, જેની સર્વે નોંધ લેવી તેમ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગ સુરત દ્વારા જણાવાયું છે.


Share

Related posts

કેમેરાનો સામનો કરવા માટે ખૂબ જ ઉત્સાહિત!’: સોનમ કપૂર

ProudOfGujarat

PM મોદીએ 1100 કરોડનાં પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ, અમિત શાહ, CM રૂપાણી, નીતિન પટેલ સહિતનાં નેતાઓ હાજર રહ્યા.

ProudOfGujarat

વડોદરાના પૌરાણિક ભીડભંજન મારુતિ મંદિર ખાતે આધુનિક વ્યવસ્થા કરાઇ…જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!