વાંકલ ખાતે સાયબર જાગૃતિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સુરત જિલ્લા પોલીસ
તથા SVS 14,અંબિકાનાં સયુંકત ઉપક્રમે શ્રી એન. ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંકલમાં સાયબર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઇ.
વાંકલ આઉટ પોલીસ સ્ટેશનનાં આનંદભાઈ જમાદાર તથા પ્રદીપભાઈ હેડ કોન્સ્ટેબલ તેમજ કોન્સ્ટેબલ કમલેશભાઈ હાજર રહી તમામ સ્પર્ધાને નિહાળી તેમજ આજના કોમ્પ્યુટર યુગમાં સાઇબર ક્રાઇમ વધી રહ્યા છે તેના વિશે ખૂબ જ ઉમદા માર્ગદર્શન આપ્યું.શાળાના આચાર્ય પારસભાઇ મોદી એ કાર્યક્રમ ને અનુરૂપ પોતાનું સુંદર વક્તવ્ય આપ્યું હતું. સ્પર્ધામાં QDC 1,2,3 માંથી પ્રથમ ક્રમાંક મેળવેલી શાળાઓનાંજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ તાલુકા લેવલની સ્પર્ધામાં આવવાનું હોય સ્પર્ધા માં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.હવે આ તાલુકા લેવલની સ્પર્ધાનાં વિજેતા સ્પર્ધકોને આગળની સ્પર્ધામાં ભાગ લેશે.
સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને SVS 14 ની તમામ શાળાઓએ તથા શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંકલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ વિજેતા બને એવી શુભકામના પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન કરનાર એવા આયોજકોમાં પંકજભાઈ દેસાઈ,દિનેશભાઈ પરમાર,નવીનભાઈ ગામીત,વિકાસભાઈ પટેલ,મિનેશભાઇ તથા તમામ મિત્રો ને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.