Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

બનાવટી દસ્તાવેજનું પ્રકરણ ફરી એક વખત ધુણિયું : મહિલા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

Share

બનાવટી દસ્તાવેજનું પ્રકરણ ફરી એક વખત ધુણિયું : મહિલા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

અંકલેશ્વરમાં બનાવટી દસ્તાવેજનું એક પ્રકરણ શાંત ન થાય ત્યાં બીજું પ્રકરણ અસ્તિત્વમાં આવી જાય છે, હાલ એક દિવસ પહેલા જ બોગસ દસ્તાવેજી પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું, તેવામાં ફરી એક કિસ્સો બોગસ દસ્તાવેજી પ્રકરણનો સામે આવ્યો છે, આ વખતે માસ્ટર માઈન્ડ મહિલા આરોપીને બનાવટી દસ્તાવેજ સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે.

Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં અવારનવાર બનાવટી દસ્તાવેજ પ્રકરણના કિસ્સાઓ બનતા રહે છે તેવામાં તાજેતરમાં જ બનેલો એક કિસ્સો હજી તેની શાંત પડ્યો નથી તેવામાં ફરી એક બોગસ દસ્તાવેજી પ્રકરણ સામે આવ્યું છે, આ બોગસ દસ્તાવેજી પ્રકરણમાં મહિલા અફસાના બાનુ મહંમદ રફીક અશરફ મિયા કાઝી ઉમર વર્ષ 55 તેઓ બાગબાન ડુપ્લેક્સ રજાક મસ્જિદની સામે ફતેવાડી વેજલપુર અમદાવાદ વિસ્તારમાં રહે છે, તેમના દ્વારા એક કે બે વખત નહીં પરંતુ પાંચ વખત ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી નોંધણી અધિનિયમનો ભંગ કરી છેતરપિંડી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અનેક વખત આ પ્રકારનો ષડયંત્ર રચી જમીન વેચાણ કરવામાં આવ્યું હોય અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મહિલા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે નોંધણી અધિનિયમની કલમ 82 એ,બી,સી,ડી મુજબ તથા આઇપીસી કલમ 465 ,467, 468, 471 અને 120 બી મુજબની કાર્યવાહી કરી મહિલા આરોપીને હસ્તગત કરી લઈ પોલીસે આ બનાવ બાદ અન્ય કોઈ જગ્યા ઉપર આ રીતે બનાવટી દસ્તાવેજ દ્વારા જમીનનો ગેર રીતે પૂર્વક ઉપયોગ કર્યો છે કે કેમ ?? તે પૂછતાછ કરી છે.


Share

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલમ્પિકમાં ભાગ લઈને પાછા ફરેલા ખેલાડીઓની મેજબાની કરી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 નાં ત્રણ નવા કેસોનાં ઉમેરા સાથે કુલ 5 દર્દીઓ નોંધાયા.

ProudOfGujarat

વડોદરામાં 5.5 કિમીની ભગવાન જગન્નાથની રથયાત્રા પોણા બે કલાકમાં પૂર્ણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!