ભરૂચ જિલ્લામાં શ્રાવણી જુગારના દરોડા યથાવત : પાંચ જુગારીને કબજે લેતી વાલીયા પોલીસ
ભરૂચમાં શ્રાવણી જુગારની પોલીસ રેડ યથાવત રહી છે, ફરી એક વખત પોલીસે શ્રાવણી જુગાર રમતા ભરૂચના વાલીયામાંથી પાંચ શખ્સને રંગે હાથે ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વ્યાપ વધવા પામ્યો છે જેને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની ટીમ દ્વારા કવાયત હાથ ધરી ઠેર ઠેર પોલીસ રેડ પાડી શ્રાવણી જુગાર રમતા લોકોને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત વાલીયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે નવાનગર ગામની સીમમાં બાવળના ઝાડ નીચે કેટલાક લોકો ભેગા મળી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે જે બાતમીને આધારે વાલીયા પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યા પર રેડ પાડતા(1) રાજેશ અશોક વસાવા(2) મેહુલ બીલીમભાઈ વસાવા (3) સુરતિયા વેચણ ભાઈ વસવા(4) હેમત હસમુખ વસાવા (5) અમર બાલુભાઈ વસાવાને પોલીસે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હોય તમામ જુગાર રમતા શખ્સો અંગઝડતી તેમજ દાવ પરના રૂપિયા સહિત પોલીસે 16, 750 નો મુદ્દામાલ કબજે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ઉપરાંત પોલીસ રેડ દરમિયાન અન્ય ત્રણ શખ્સો (1)રતિલાલ મોતી વસાવા, (2) પરેશ વસાવા (3)મહેશ વસાવા બનાવ સ્થળથી નાસી છૂટ્યા હોય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વાલીયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.