Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેતું આરોગ્ય વિભાગ

Share

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેતું આરોગ્ય વિભાગ

જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ અને ફિમેલ હેલ્થ વર્કર્સ દ્વારા સર્વેલન્સ અને આઈ.ઈ.સી.ની કામગીરી

Advertisement

પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ૨૫ જેટલી ટીમો અને આશ્રય સ્થાનોમાં ૧૧ જેટલી ટીમો ખડેપગે

ભરૂચ- શુક્રવાર- રાજ્યભરમાં ભારે થી: અતિભારે વરસાદની આગાહી થતા જ તમામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શાંત થતા ૧ વર્ષા બાદની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આરોગ્ય સંલગ્ન કામગીરી મુખ્ય છે. વરસાદી ઋતુમાં આરોગ્ય પર ખરાબ અસર પડતી હોય છે. એવામાં જ્યારે આ રીતે ભારે વરસાદ વરસ્યો હોય ત્યારે આરોગ્ય પરનું જોખમ વધી જતું હોય છે. તેથી ભરૂચ જિલ્લામાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ વચ્ચે સતત લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવાઈ રહી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૫ જેટલી ટીમ અને આશ્રય સ્થાનોમાં ૧૧ જેટલી ટીમ આ રોગને લગતી કામગીરી કરી રહી છે. જેમાં ગજેરાના વહેલમ ગામમાં ભરાયેલ પાણી વિસ્તારમાં સર્વેલન્સ અને કલોરીન ટેબલેટ વિતરણ તેમજ આશ્રય સ્થાનો પર મેડીકલ કેમ્સ થકી કાળજી લેવાઈ રહી છે તે સાથે જિલ્લામાં આશા વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સર્વેલન્સ તથા પોરાનાશકની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનું જિલ્લા કક્ષાએથી સઘન સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

વેક્ટર કંટ્રોલ ટીમો દ્વારા સઘન પોરાનાશક કામગીરી કરાવવામાં આવશે. તદઉપરાંત પ્રાઇવેટ તથા સરકારી યુનિટમાંથી જાહેર થતા મેલેરીયા, ડેન્ગ્યુ કે ચિકુનગુનિયાના કેસ નોંધાયેલ વિસ્તારમાં સઘન સર્વેલન્સ, પોરાનાશક દવાનો છંટકાવ, આઇ.ઇ.સી અને ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે.


Share

Related posts

રાજપારડી નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકને ગંભીર ઇજા.

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા 48 પર રીક્ષા અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિ થયા ઘાયલ..!!!

ProudOfGujarat

મધય્મ વર્ગના એક વિધાર્થીને રૂ. ૧લાખની સ્કોલરશીપ પ્રાપ્ત થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!