Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના લાહોરી ગોડાઉન નજીક આવેલ નવી વસાહત વિસ્તારના એક મકાન માંથી માતા અને બાળક નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..

Share

ભરૂચ ના લાહોરી ગોડાઉન નજીક આવેલ નવી વસાહત વિસ્તારના એક મકાન માંથી માતા અને બાળક નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..
ભરૂચ શહેર ના નવી વસાહત વિસ્તાર ના એક મકાન માં છેલ્લા ૨ વર્ષ થી રહેતા મૂળ યુ પી ના અને હાલ ભરૂચ રેલવે ના સિગ્નલ લાઈટ મેંન વિભાગ માં કામ કરતા સતીષ કુમાર ચૌધરી નોકરીએ થી પરત રાત્રે તેમના ઘરે આવતા તેઓ આઘાત માં મુકાયા હતા.જ્યાં તેની પત્ની પુષ્પા કુમારી નો મૃતદેહ પંખે લટકતો અને અઢી વર્ષીય માસુમ બાળક ઈશાન કુમાર નો મૃતદેહ પલંગ ઉપર વિકૃત અવસ્થામાં જોવા મળ્યો હતો…
હાલ સમગ્ર મામલે માતા એ બાળક ની ગળે ફાંસો આપી હત્યા કર્યા બાદ પોતે પંખે લટકી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.. ઉલ્લેખનીય છે કે ઘટના પ્રકાશ માં આવી ત્યારે મકાન ની અંદર ના ભાગે સામાન વેર વિખેર કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું હતું ..તે બાબત પણ અનેક સવાલો ઉભા કરે તેમ છે..
હાલ તો માતા અને ફૂલ જેવા બાળક નું મોત એક રહસ્યમય ઘટના બની છે..પોલીસે પણ સ્થળ ઉપર દોડી જઇ મામલા અંગે વધુ તપાસ હાથધરી હતી.તો બીજી તરફ ઘટના ના પગલે સમગ્ર પંથક માં ભારે ચકચાર મચી જવા પામ્યો અને ઘટના બાદ સ્થળ ઉપર ભારે લોક ટોળા પણ જમ્યા હતા…

Share

Related posts

પંડવાઇ સુગર ખાતે યોજાયેલ બોર્ડ મીટીંગમાં થઈ વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી.

ProudOfGujarat

ભરૂચના કડોદરામાં શાહીન પાર્કમાં રાત્રિના સમયે તસ્કરો bike ઉઠાવી ગયા

ProudOfGujarat

પોરબંદર મા પિતા એ ત્રણ સગીર પુત્રીઓ પર કર્યો બળાત્કાર-પોલીસે આરોપીની કરી અટકાયત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!