વાગરાની વિલાયત જીઆઇડીસીમાં આદિત્ય બિરલા ગ્લાસમાં બોઇલર ફાટતા આગ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ જીઆઇડીસીમાં બોઇલર ફાટવાથી આગ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અવારનવાર ભરૂચની દહેજ જીઆઇડીસીમાં આગના બનાવો પ્રકાશમાં આવતા હોય છે તેવામાં વાગરામાં આવેલ જીઆઇડીસી માં પણ બોઇલર ફાટતા આગ લાગતી હતી જેના પગલે કામદારોમાં ભારે નાશ ભાગ મચી જવા પામી હતી.
ભરૂચના વાગરામાં આવેલ વિલાયત જીઆઇડીસીમાં આદિત્ય ગ્રાસિમ કંપનીમાં બોઇલર ફાટતા આગ લાગી હતી અચાનક જ ધડાકા ભેર બોઇલર ફાટતા આજનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેના પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં પોતાનો જીવ બચાવવા માટે ભારે નાશ ભાગ મચી જવા પામી હતી આગ લાગતા ની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે કોઈપણ પ્રકારની જાન હની થવા પામી નથી.
ભરૂચ જિલ્લામાં નાની મોટી અનેક પ્રકારની કંપનીઓ આવેલી છે જેમાં દહેજ જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં અવારનવાર આગ ના બનાવો બનતા રહે છે તેવામાં કંપનીના કામદારોમાં એવી ચર્ચાઓ જાગી છે કે આજે વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઇડીસીમાં આદિત્ય બિરલા ગ્લાસ કંપનીમાં આગ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવતા કામદારોના જીવ જોખમમાં મુકાયા છે અવારનવાર કંપનીઓ દ્વારા આગના બનાવો બનવા પામે છે પરંતુ ફાયર સેફટીના સાધનો કે અન્ય કોઈ સગવડતા કંપનીઓમાં હોતી નથી ઉપરાંત અહીં કામ કરતા કામદારોનું જીવ જોખમમાં મુકાય કે કોઈનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં પણ કામદારોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવાય છે કે કેમ તે સહિતની બાબતોએ આજે વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઇડીસીમાં આદિત્ય બિરલા ગ્લાસ કંપનીમાં લાગેલી આગ બાદ અનેક પ્રશ્નોની ચર્ચા કામદારોના મુખે ચર્ચાઈ રહી છે?