ભરૂચના સરનાર ગામના આદિવાસી સમાજ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી તેમના પુનરુત્થાન માટે જમીન ફાળવી યોગ્ય મકાનો બાંધવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચ ની આસપાસના વિસ્તારમાં બોહળા પ્રમાણમાં આદિવાસી સમાજ વસવાટ કરી રહ્યો છે આદિવાસી સમાજ દ્વારા અનેક વખત સરકાર સમક્ષ તેમના સમાજ માટે રહેણા કહેતું માટે પ્લોટની ફાળવણી કરી આપવાની વાત કરવામાં આવી છે આજરોજ કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે અમો ભરૂચ ના આદિવાસી જનજાતિ સમાજમાંથી આવતા લોકો છીએ અમો અમારા પરિવાર સાથે સરનાર ગામમાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છીએ, આદિવાસી સમાજના આ પરિવારો ગરીબ વર્ગના હોય તેઓ પોતાનું ગુજરાત માંડ માંડ ચલાવતા હોય, ભરૂચ ના સરનાર વિસ્તારમાં આદિવાસી સમાજ પોતાના પરિવાર સાથે મોહળા પ્રમાણમાં વસવાટ કરે છે, હાલ ના સમયમાં આદિવાસી સમાજ સરદાર ગામમાં કાચા મકાનો અને ઝૂંપડાઓમાં સંયુક્ત કુટુંબમાં વસવાટ કરે છે તેમને કુદરતી હોનારત અને આફત વખતે કાચા મકાનોમાં વસવાટ કરવો અઘરું બને છે આથી સરકાર દ્વારા આદિવાસી સમાજના પુનરુથ્થાન માટે પ્લોટોની ફાળવણી કરવામાં આવે છે અને તે પ્લોટ માં સરકારી યોજના થકી બાંધકામ કરી આપવામાં આવે છે તો આ પ્રકારની યોજનાથી ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના લોકો વંચિત ના રહે તે માટે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરી આદિવાસી પરિવાર ને માટે યોગ્ય રહી શકાય તેવા પાક્કા મકાનોનું બાંધકામ કરવા યોગ્ય સહાય મળી રહે તે માટે યોગ્ય ઘટતું કરી આપવા રજૂઆત કરાઈ છે.