રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી
રાજપીપળા શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને ઘણી જગ્યાઓ પર વૃક્ષો પણ પડવાની ઘણા બની હોય જેમાં ગતરોજ રાજપીપળાથી રામગઢ જતા માર્ગ પર આવેલા નાળા સાથેનો અડધી રસ્તો તૂટી જતા લોકો ડર અનુભવી રહ્યા છે.
Advertisement
ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢને જોડતા પુલનો પીલ્લર બે વખત બેસી જતા તેની મરામત કરાઈ હતી અને આજ પુલના સામેના છેડે નો ભાગ વચ્ચેથી તૂટી જતા મોટો અને ઊંડો ખાડો પડતાં એક બાઈક ચાલક રાત્રીના અંધારામાં ખાડામાં ખાબકતા મોતને ભેટપો હતો. આમ રાજપીપળાથી રામગઢ જતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ સંભળાઈ રહી છે.