Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો આજથી પ્રારંભ

Share

અંકલેશ્વરના કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો આજથી પ્રારંભ

અંકલેશ્વરના કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં એમબીએ, એમસીએના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પરંપારિક રીતે કરવામાં આવ્યો હતો, જેમાં કડકિયા એજ્યુકેશનના કોલેજના હેડ તથા અધ્યાપકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement

અંકલેશ્વર ખાતે આવેલી કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં એમબીએ એમસીએ અનુસ્નાતક કક્ષાના શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, કડકિયા એજ્યુકેશન ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત અને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી પંકજ એમ. કડકિયા અને ટ્રસ્ટી શ્યામ પી. કડકીયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, સેક્રેટરી અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર ટી.ડી. તિવારી તથા એકેડમીક હેડ પ્રોફેસર ડો. અલ્પેશ નસીત દ્વારા પણ વિદ્યાર્થીઓને કોલેજમાં કારકિર્દી વિષયક જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અભ્યાસક્રમ માટે સમય સૂચકતા તેમજ નિયમિતતાના પાલન વિશે પણ અધ્યાપકોએ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. સર્વે વિદ્યાર્થીઓને આવનારું સત્ર સફળતાના શિખરો સર કરે તેવા સુભાષિશ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી, સમગ્ર કાર્યક્રમના અંતમાં પ્રોફેસર ભાવિક શાહ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે કડકિયા એજ્યુકેશન કેમ્પસ અંકલેશ્વરમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને કારકિર્દીમાં મદદરૂપ થયું છે તેમના દ્વારા ઘણા ખરા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી પોતાના સ્વપ્નો સાકાર કરતા થયા છે, આજરોજ અનુસ્નાતક કક્ષાએ એમબીએ , એમસીએ શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરશે તેમ સંસ્થાના ડાયરેક્ટર દ્વારા વિગતો પૂરી પાડવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ProudOfGujarat

ફિલાટેક્ષ કંપની દ્વારા ભરુચ સક્રિય પત્રકાર સંધને હેલ્મેટ અર્પણ કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!