માંગરોળ ખાતે ભાજપ સદસ્યતા અભિયાનની કાર્યશાળા યોજાય.
માંગરોળ તાલુકા ખાતે “ભાજપા સદસ્યતા અભિયાન 2024” અંતર્ગત કાર્યશાળા યોજાય ,૧૫૬ વિધાન સભાના ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ પ્રધાન ગણપત ભાઇ વસાવાની અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જન-જન સાથે સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટી પરિવારમાં વધુમાં વધુ લોકોને જોડવા માટે અપીલ કરી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઇ પટેલ, સદસ્ય અભિયાનના સંયોજક જગદીશભાઈ પારેખ , સહ સંયોજક દિપકભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ પુર્વ પ્રમૂખ દિલીપ સિંહ રાઠોડ, માંગરોળ તાલુકા ભાજપના પ્રમુખ જયેશ ભાઇ પટેલ મહામંત્રી કેતન સિંહ સૂરમા,હરિવદન ભાઇ ચૌધરી , તાલુકા પંચાયતના પ્રમુખ મનહર ભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ઓ, તમામ ચૂંટાયેલા તેમજ સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ સર્વે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.