અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસીમા વરસાદના કારણે પ્રોડક્શન પર માઠી અસર ઊભી થઈ…
=> ટ્રાન્સપોર્ટેશન પર અસર પડતા અને રેલવે ટ્રેનો રદ થતાં લેબર અને રો મટીરીયલ પર બ્રેક લાગી..
વરસાદ કારણે ખેડૂતોની દશા બેઠી છે તો બીજી તરફ ઉદ્યોગોની હાલત પણ કંઈક વખાણી શકાય એવી નથી રહી બે દિવસ ટ્રાન્સપોર્ટેશન અને વરસાદી પાણીના કારણે ઉદ્યોગોને પણ સહન કરવાનો વારો આવ્યો છે.
બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદના કારણેટ્રેનો રદ થઈ છે જેને લઇને લેબરોની સંખ્યામાં ઉતરોતર ઘટાડો જોવા મળ્યો છે ૧૦ થી ૧૫ ટકા જેટલા લેબર ઓછા આવતા પ્રોડક્શન પર તેની સીધી અસર થઈ છે તો બીજી તરફ રો મટીરીયલ ન હોવાના કારણે ઉદ્યોગોને પણ ભારે તકલીફ સહન કરવી પડી રહી છે.
આ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલે જણાવ્યું હતું કે જનરલી ઉદ્યોગ ગૃહો પોતાનું રો મટીરીયલ અને પ્રોડક્શન તો રાખે જ છે પરંતુ વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ થઈ શકતું નથી. એમાં પણ રો મટીરીયલ હોય પરંતુ લેબર જ ના હોય તો પ્રોડક્શન કરી પણ શકાતું નથી. આ પરિસ્થિતિમાં નુકસાન સહન કરવું પડે છે જો કે હવે પરિસ્થિતિ ધીમે ધીમે રાબેતા મુજબ થાય એમ લાગી રહ્યું છે. આમ છતાં પણ રોજનું રૂ. 60 કરોડનું નુકસાન અંદાજિત ગણીને ચાલવું રહ્યું
તો બીજી તરફ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને આ પરિસ્થિતિઓ તેમજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે અંદાજે રોજનું 100 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી એ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ લેબર ઉપરાંત ક્લાર્ક હેડ ક્લાર્ક જેવા કર્મચારીઓ નોકરી પર આવી શકતા નથી. બીજી તરફ ડાયસના ઉદ્યોગોને આ વખતે તકલીફ એટલે પડી રહી છે કે વરસાદના પાણીમાં અને ભારે વરસાદના કારણે ડ્રાયર સિસ્ટમ જોઈએ એવી કાર્યરત થઈ શકતી નથી. સૌથી વધુ નુકસાન બાંગ્લાદેશના સાંપ્રત સંજોગોને લઈને થઈ રહ્યું છે કારણ કે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાંથી મોટાભાગના ડાયસ, પીગમેન્ટ બાંગ્લાદેશ નિકાસ થાય છે. બીજી તરફ રશિયા અને યુક્રેનની પરિસ્થિતિ પણ છેલ્લા ઘણા સમયથી અસર કરી રહી છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગોએ રોજનું 100 કરોડ રૂપિયાનું નુકસાન શરૂ સહન કરવું પડી રહ્યું છે.