Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વર્ષો જુના કર્મચારીઓના મહેકમ વિષયક પડતર પ્રશ્નોને ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરી જિલ્લા પંચાયતના ૧૪૦૦ કર્મયોગીઓના હક્ક, હિસ્સાની રૂ.૬ કરોડથી વધુની રકમ મહાનુભાવોના હસ્તે ચુકવણી કરવામાં આવી

Share

*સુરત જિલ્લા પંચાયતની અભિનવ પહેલ*
——–
*વર્ષો જુના કર્મચારીઓના મહેકમ વિષયક પડતર પ્રશ્નોને ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરી જિલ્લા પંચાયતના ૧૪૦૦ કર્મયોગીઓના હક્ક, હિસ્સાની રૂ.૬ કરોડથી વધુની રકમ મહાનુભાવોના હસ્તે ચુકવણી કરવામાં આવી:*
———
*જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષ સ્થાને શિક્ષકો અને આરોગ્ય કર્મીના રજા વળતરની રકમ, જૂથવીમો, વિદ્યાસહાયક નિમણુંક પત્રોનો વિતરણ સમારોહ યોજાયો*
———
જિલ્લા વિકાસ અધિકારીના શિવાની ગોયલની પ્રેરક ઉપસ્થિતિ
———
સુરત જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષ સ્થાને કોવિડ- ૧૯ના સમય દરમિયાન આરોગ્ય કર્મીઓએ રજાના દિવસોમાં વિશેષ સેવા તેમજ નિવૃત શિક્ષકોના રજા વળતરની રકમ તેમજ જીપીએફ જૂથવીમા મળીને કુલ રૂ.૬ કરોડની ચુકવણી અને વિદ્યાસહાયકોને નિયમિત નિમણુંક પત્રોનું મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીના શિવાની ગોયલની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે નિવૃત શિક્ષકોની સેવાની સરાહના કરતા કહ્યું હતું કે, શિક્ષક કયારેય નિવૃત્ત થતો નથી, શિક્ષકની નિવૃત્તિ માત્ર ખુરશી પૂરતી, વર્ગખંડ પૂરતી કે વિદ્યાલય પુરતી જ હોય છે. વર્ગખંડમાંથી નિવૃત્ત શિક્ષક માટે સમગ્ર સંસાર વર્ગખંડરૂપ હોવાનું જણાવીને વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, નિવૃત શિક્ષકોનું આરોગ્ય તંદુરસ્ત રહે અને સુખમય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

જિલ્લા વિકાસ અધિકારીએ સુરતમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવા આપનાર કર્મચારીઓની સેવાને બિરદાવતા કહ્યું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના અધિકારીઓના ટીમવર્ક થકી વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. એક ટીમવર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે. કર્મચારીઓના હક્ક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ છે. નિવૃત શિક્ષકો જિલ્લા પંચાયતના પરિવારજનો છે અને નિવૃત શિક્ષકોને હક્ક સમયસર મળે તે માટે જિલ્લા પંચાયતના અધિકારીગણ હંમેશા કટિબદ્ધ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનભાઈ પટેલે આરોગ્યકર્મીઓની સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં દર્દીઓની સેવામાં આરોગ્યકર્મીઓ એ પોતાની અને પરિવારની પરવાહ કર્યા વિના સેવા બજાવી છે તે ખૂબ જ સરાહનિય છે. વેક્સિનેશન ડ્રાઈવ અને આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં સમગ્ર ગુજરાતમાં સુરતમાં આરોગ્ય કર્મીચારીઓએ સર્વ શ્રેષ્ઠ સેવા કરી છે. દરેક પેન્ડેમિકના સમયમાં આરોગ્ય કર્મીચારીઓ ટીમવર્ક સાથે ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે.

નોંધનીય છે કે, જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ શાખાઓમાં તથા તાબાની કચેરીઓમાં ફરજ બજાવતા વિવિધ કર્મયોગીઓની નિવૃત્તિ રજા રોકડ રૂપાંતર, જુથવીમો, અન્ય ભથ્થા, મહેકમ સંબધિત વર્ષો જુના પડતર પ્રશ્નોના એક ઝુંબેશરૂપે ટીમ વર્ક દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવીને તેમના મળતા લાભો એનાયત કરાયા હતા. જેમાં શિક્ષણ શાખાના નિવૃત શિક્ષકોને રજા વળતર રોકડ રકમ, જીપીએફ જૂથવીમો, વિદ્યાસહાયકને નિયમિત નિમણુંકના હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં ૨૭ કર્મચારીઓને અંદાજીત રૂ. ૨.૩૮ કરોડથી વધુની રકમની ચુકવણી કરવામાં આવી છે. પાંચ વર્ષથી વધુ નિયમિત કામગીરી કરનાર વિદ્યાસહાયકોને નિયમિત નિમણુંક પત્રો મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ કોવિડ-૧૯માં ફ્રન્ટલાઈન વોરિયર્સ બનીને રજાના દિવસો દરમિયાન પણ ફરજ બજાવી હતી. જેમાં ૧૯૬ કર્મચારીઓને ૧૩૦ દિવસનો પગાર અંદાજીત રૂ.૨.૫૩ કરોડ તથા ૧૨૦૦ આરોગ્ય કર્મચારીઓના બાકી મોંઘવારી ભથ્થાના તફાવતના હપ્તાની રકમ આરોગ્ય અધિકારીને રૂપિયા એક કરોડની ચુકવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્ય, આરોગ્ય કર્મીઓ, નિવૃત શિક્ષકો, શિક્ષકો સહિત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ખેડા ધોળકા બ્રિજ પાસે ખાદ્યતેલના ટેન્કરમાં આગ લાગતાં અફરાતફરી…

ProudOfGujarat

ઝધડીયા 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દરિયા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભરૂચના અતિપ્રાચીન ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!