અંકલેશ્વરમાં બોગસ દસ્તાવેજ બનાવનારની અટકાયત કરતી પોલીસ
અંકલેશ્વરમાં ફરી એક વખત બોગસ દસ્તાવેજી પ્રકરણ બહાર આવ્યું છે, જેમાં અંકલેશ્વરના એક શખ્સ દ્વારા બોગસ દસ્તાવેજ બનાવી જમીન પોતાના નામે બતાવી પાડવાનો કારસો રચી સમગ્ર જમીનને નોંધણી અધિનિયમ વિરુદ્ધના બોગસ દસ્તાવેજ બનાવવાનું કિસો પ્રકાશમાં આવ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝા દ્વારા બોગસ દસ્તાવેજ બનાવનાર પર વોચ રાખવામાં આવેલ હોય તે દરમિયાન જીઆઇડીસી ખાતે ભવ્ય બંગ્લોઝ અંકલેશ્વરમાં રહેતા મનીષ ગભરુ કચ્છી ઉંમર વર્ષ 45 તેમના દ્વારા ખોટા અને બનાવટી દસ્તાવેજો બનાવેલ હોય જેનો પોલીસે પરદાઁફાશ કરી નોંધણી અધિનિયમ કલમ 82 એ,બી,સી,ડી, તથા આઇપીસી કલમ 465,467,468 471 120(B) મુજબ ગુનો કર્યો હોય જેને પોલીસે અટકાયત કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.