માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે બાપા સીતારામ મઢુલી ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે બાપા સીતારામ મઢુલી ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઝંખવાવ ગામના સરપંચ ઉમેદભાઈ ચૌધરી, જીતુ નકુમ, દિનેશ મોરી, રમેશ ચાવડા, કિરીટ જોશી, રણછોડ ભરવાડ, રમણ દેવલા, લીમજી ચૌધરી, કનુ પટેલ, કલ્પેશ પટેલ વિગેરે આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા. જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખીના નાદ થી આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Advertisement