ભરૂચમાં શ્રાવણી જુગાર રમનારા ઉપર પોલીસની તવાઈ 15 ખેલંદાઓને કબજે કરતી LCB ની ટીમ
ભરૂચ જિલ્લામાં રોજબરોજ પોલીસ દ્વારા જુગારની ડ્રાઇવ ચલાવવામાં આવે છે તેમ છતાં શ્રાવણી જુગાર રમનારાઓમાં આજ દિન સુધી કોઈ જાતનો ખોખ જોવા મળ્યો નથી ગઈકાલે અંદાજિત 19 જેટલા પત્તા પ્રેમીઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા હતા. આજે પણ 15 પત્તા પ્રેમીઓને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે ₹4,00,000 થી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો છે, આગામી સમયમાં જોવું રહ્યું કે શ્રાવણી જુગાર રમનારઓને ભરૂચ પોલીસ કેટલે અંશે ઝડપી શકે છે!
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શ્રાવણી તહેવારો નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જુગાર જેવી ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે નિયમિત પેટ્રોલિંગ અને ડ્રાઇવ યોજનાનું નક્કી કરવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલસીબી પોલીસના એમ.પી વાળા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બાતમી મળેલ કે, વાગરા તાલુકાના લખી ગામે પાદરમાં કોલસા ટ્રાન્સફરના બેલ્ટની નીચે મહેશભાઈ પઢિયારની માલિકીની આવેલ ઓરડી પૈકી 42 નંબરની ઓરડીમાં લખી ગામનો ગૌતમ બાબર પઢિયાર નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવી ભેગા કરી આર્થિક ફાયદા માટે પત્તા પાનાનો રૂપિયાની હાર જેટલો જુગાર રમતો હોય જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ પાડતા જુગાર રમાળનાર ગૌતમ સહિત 15 આરોપીઓને કબજે કર્યા છે,
જેમાં (1) ગૌતમ બાબરભાઈ પઢીયાર વાગરા જિ. ભરૂચ ના રહેવાસી,(2) વિષ્ણુ સુરેશ રાઠોડ રહે. વાગરા (3) વિરમ ફતેસંગ સોલંકી ઉંમર વર્ષ 30 રહે વાગરા જિલ્લો ભરૂચ (4) દિનેશ ઉર્ફે રાજુ માધવ રાઠોડ વાગરા જી. ભરૂચ (5) રાહુલ સુરેશ રાઠોડ ઉંમર વર્ષ 24 રહે વાગરા જિલ્લો ભરુચ (6) પ્રવીણ બાલુ પટેલ ઉમર વર્ષ 39 રહે તા. વાગરા જી. ભરૂચ (7) જગદીશ હરમન પઢીયાર ઉંમર વર્ષ ૫૮ રહે. વાગરા જી. ભરૂચ (8) જયદેવ ખુમાનસિંહ પટેલ ઉંમર વર્ષ 36 રહે. તા. વાગરા જી. ભરૂચ (9) જશવંત જેસંગ ગોહિલ ઉંમર વર્ષ 36 રહે. વાગરા જી. ભરૂચ (10) હેમંત ચતુર સોલંકી વર્ષ 39 રહેતા વાગરા જી ભરૂચ(11) બિહારી દાન ઉર્ફે લાલાભાઇ હનુભા ગઢવી રહે તા. વાઘરાજી. ભરૂચ (12) સહદેવ સિંહ જતુભા વાઘેલા ઉંમર વર્ષ 42 રહે તા વાગરા જી. ભરૂચ (13) ધવલસિંહ દેવેન્દ્રસિંહ મહિડા ઉંમર વર્ષ 33 રહે તાલુકો વાગરા જીલ્લો (14) ભરૂચ ધર્મેન્દ્ર ઉર્ફે કાળીયો રાયજીભાઈ પટેલ ઉંમર વર્ષ 33 રહે તાલુકો વાગરા જીલ્લો ભરૂચ (15) દિનેશભાઈ બકોરભાઈ મકવાણા ઉંમર વર્ષ 52 રહે તાલુકો વાગરા જીલ્લો ભરૂચ ને એલસીબી ની ટીમે જાહેરમાં પત્તા પાનાના રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઝડપ્યા હોય આરોપીની અંગઝડતી તેમજ દાવ પરના રોકડ રકમ કુલ રૂપિયા 3,04,680 તેમજ અંગ જડતીમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 12 કિંમત રૂપિયા 1, 09,000 તથા પત્તા પાન સહિત કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા 4,13,680 સાથે તમામ મુદ્દામાલ કબજે લઈ પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરેલ છે, ભરૂચ એલસીબી દ્વારા આજે 15 જુગારીઓને ઝડપી લેતા શ્રાવણી જુગાર રમનારમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયેલ છે, આગામી સમયમાં જોવું રહ્યું કે, ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શ્રાવણી જુગાર રમનારા ઉપર કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે?