માંગરોળ તાલુકામાં જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા અને શોભાયાત્રા કાઢવામાં આવી
માંગરોળ તાલુકાના વાંકલ, ઝંખવાવ, મોસાલી વિસ્તારોમાં કૃષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી
માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કૃષ્ણ ભગવાન જન્મ નિમિતે અષ્ટમીના દિવસે વાંકલ મેઈન બજારમાં આવેલ સત્ય નારાયણ મંદિર પરિસર ભજન કીર્તન સાથે વિવિધ પ્લોટોમાં ગોકુળિયાને લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. અંબાજી માતાજી ના પટાંગણ માં કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેશન વિસ્તારમાં આવેલ સાઈ મંદિર ખાતે પણ વિવિધ આયોજન સાથે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાંકલ અંબાજી મંદિરથી શોભાયાત્રા યાત્રા મુક્તાનંદ પાર્ક, બજેટ ફળિયું, બજાર વિસ્તાર, સ્ટેશન વિસ્તાર થઈ સ્નેહલ પાર્ક, ગુલાબ પાર્ક સુધી ડી.જે ના તાલે ઝૂમી ઊઠ્યા હતા.જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદ થી ગુંજી ઉઠી કૃષ્ણમય વાતાવરણ બન્યું હતું. મોસાલી અને ઝંખવાવ ખાતે પણ મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.