Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાષ્ટ્રીય ‘ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથની મહિલાઓની ઉપસ્થિતિમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો

Share

રાષ્ટ્રીય ‘ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથની મહિલાઓની ઉપસ્થિતિમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો

*પોતાની આત્મશક્તિ દ્વારા પગભર બનવા સાથે પરિવાર સમાજ, રાજય અને દેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કરતા ધારાસભ્યશ્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ*

Advertisement

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને ચરિતાર્થ કરવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોનો ભાગ બનવા આહવાન કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી*

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું

ભરૂચ – રવિવાર – ગ્રામીણ મહિલાઓને સૂદ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા લખપતી દીદી કાર્યક્રમમાં, ભરૂચ જિલ્લામાં કાર્યરત સ્વસહાય જૂથોની મહિલાઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી દેશની મહિલાઓને સશક્ત કરવા આત્મનિર્ભર બનાવવા તથા તેમના માટે રોજગારીના સર્જન માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે લખપતિ દીદી અભિયાન હેઠળ અનેક મહિલાઓ આગળ વધી રહી છે તેમણે મહિલાઓને વિવિધ કામમાં સક્ષમ બનવા પોતાની આત્મશક્તિ દ્વારા પગભર બનવા સાથે પરિવાર, સમાજ, રાજય અને દેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે, ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે છેવાડાનો માનવી કોઇપણ વિકાસથી વંચિત ન રહી જાય તે વડાપ્રધાનશ્રીની નેમ છે 2024 માં વડાપ્રધાન શ્રીએ દેશની 3 કરોડ બહેનોને લખપતી બનાવાની નેમ લીધી હતી જેને અનુસંધાને મહિલાઓ પગભર બને તે માટે માત્ર આર્થિક નહીં પરંતુ તાલીમ સહિતની તમામ પૂરક સહાય સરકાર દ્વારા આપીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સક્રીય કામગીરી કરવામાં આવી રહી છે. આ નેમ હેઠળ જ વિવિધ વર્ગ તથા વયજુથ માટે વિકાસ યોજનાઓ અમલી કરી છે. જેમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.વડાપ્રધાન શ્રી લખપતિ દીદી, ડ્રોન દીદી બેંક સખી, કૃષિ સખી, પશુ સખી બનવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે મહિલાઓ પણ ઘરની બહાર કદમ મુકીને પોતાની શક્તિઓનો ઉપયોગ કરી સરકારની યોજનાઓનો લાભ લે તે જરૂરી છે.તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને ચરિતાર્થ કરવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોનો ભાગ બનવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધન કરીને નારીશક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો હતો.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નૈતિકાબેન પટેલ અને સ્વસહાય જૂથોની આશરે 500 જેટલી મહિલાઓએ વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો.

‘લખપતી દીદી અભિયાન અંતર્ગત સફળતા મેળવનાર ૫ જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપર થી ૪૨ લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને કલસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ તથા કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના વગેરે મળી ૨ કરોડ ૧૨ લાખ સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નમો ડ્રોન દીદી બેંક સખી તથા પશુ સખીએ પોતાના અનુભવો મહિલાઓને જણાવી પ્રેરણા પૂરી પાડી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નૈતિકા એચ. પટેલે લખપતિ દીદીઓને ઉદાહણ આપી મહીલાઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વસહાય જૂથોની બહેનોને જીલ્લામાં આવેલી જીઆઈડીસીમા કેટરીંગ સર્વિસ માટે સંસ્કાર દીપ ટ્રસ્ટના કેટરીંગ બિઝનેસ સાથે જોડી રોજગારી મેળવવા બહેનોને અનુરોધ કર્યા હતો.

આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલીકા પ્રમુખ અને અંકલેશ્વર તાલુકા પ્રમુખ, શ્રી એન. કે. નાવડીયા અને અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના હોદ્દેદારો પધાધિકારોઓ અને સ્વસહાય જુથોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અભિનેત્રી છે કાશિકા કપૂર, જેણે તાજેતરમાં પ્રખ્યાત અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટના પગલે ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી

ProudOfGujarat

નડીયાદના બસ સ્ટેન્ડમાં ઉભરાતી ગટરથી મુસાફરોને ભારે હાલાકી.

ProudOfGujarat

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!