ભરૂચમાં રાજપીપળા જી.આઇ.ડી.સી. માંથી પત્તા પાનાં વડે જુગાર રમતા 13 ખેલંદાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ
ભરૂચ જિલ્લામાં તાજેતરમાં શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેર પતાપાના વડે જુગાર રમતા ખેલંદાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જે ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ સતત વોચમાં હોય તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઇડીસીમાંથી નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ભરૂચ જિલ્લામાં સતત દારૂ જુગારની પ્રવૃત્તિઓમાં વધારો થતો જાય છે જેને અટકાવવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે, ગતરાત્રિના ભરૂચ શહેર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી , તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. વાળા અને એલસીબી ભરૂચના ને માર્ગદર્શન મુજબ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. કે. ટોરાણી એલસીબી ભરૂચના ને બાતમી મળેલ કે રાજપીપળા રોડ પર સારંગપુરમાં આવેલ શાંતિનગર 2 માં મનસુખભાઈ ગુલાબભાઈ સોલંકીના મકાનમાં મુકેશ ગંગારામ સોલંકી સહિતના કેટલાક શખ્સો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમડતા હોય, જે ચોક્કસ બાતમી આધારે સારંગપુર રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગર 2 માં ભરૂચ એલસીબી પોલીસે પોલીસ રેડ પાડેલ હોય જે દરમિયાન (1) મુકેશભાઈ ગંગારામ સોલંકી (2) બહાદુર નાગજી સોલંકી (3) જનક બચુભાઈ કોજીયા (4) અશોક નાગજી સોલંકી (8) નિતેશભાઇ વિરમભાઈ પરમાર (9) રસિક સુંદરભાઈ કાંજિયા (10) જીતેન્દ્ર ગંગારામ સોલંકી (11) પ્રકાશ પોલા સોલંકી (12) વિજય નાગજી વાઘેલા (13) અર્જુન નાગજી વાઘેલા , ને પોલીસે રેડ દરમિયાન ઝડપી લઇ અંગઝડતી તથા દાવ પરના રૂપિયા 35,730 મોબાઈલ ફોન નંગ 4 કિંમત રૂ. 20,000 કુલ રૂ. 55, 730 સાથે અંકલેશ્વર રાજપીપળા ખાતેથી એલસીબી પોલીસ ભરૂચે 13 શખ્સોને ઝડપી લઇ 55,730 નો જુગાર રમવાના સાધનો સહિતનો તમામ મુદ્દામાલ કબજે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ ભરૂચ જિલ્લા પોલીસે શ્રાવણ માસ નિમિત્તે રમાતા જુગાર પર રોક લગાવવા માટે આગામી સમયમાં વધુ સક્રિય બની ગેરકાનૂની પ્રવૃત્તિને ડામવા માટે આગળ શોધખોળ હાથ ધરેલ છે.