નવેમ્બર માસનાં દિવસોમાં પણ ઓછી ઠંડીનું વાતાવરણ જણાતા ભરૂચ જિલ્લાનાં કિસાનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ઠંડીના પ્રમાણનો સીધો પ્રભાવ શાકભાજી, તુવેર, અને જુવાર જેવા પાકો પર પડે છે ભરૂચ જિલ્લામાં સરેરાસ કુલ વાવેતરનાં લગભગ ૩૦% જેટલી ખેતીની જમીનમાં આ પાકોનુ વાવેતર કરવામાં આવ્યું છે. શાકભાજીના પાક તરફ ભરૂચ જિલ્લાનાં ખેડુતોનો જુકાવ વધુ જણાય રહ્યો છે. તેથીજ શાકભાજીનુ વાવતેર કરાયું હોય તેવી જમીન વધુ છે ખાસ કરીને અંકલેશ્વર તાલુકા અને ભરૂચ તાલુકાનાં કિસાનો શાકભાજીની સાથે-સાથે ગુલાબ અને અન્ય ફુલોની ખેતી તરફ પણ વળ્યા છે. પરંતુ મોસમનો મિઝાજ બદલતા અને ઠંડીનુ પ્રમાણ ઓછુ થતા કિસાનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
Advertisement