અંકલેશ્વરના અંદાડા થી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ
ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે જુગારની ગેર કાનૂની પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જુદી જુદી પોલીસ ટુકડી બનાવી આ પ્રકારની જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિઓને ડામવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોય તે દરમિયાન બાતમીના આધારે અંદાડા ગામ ખાતેથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે 6 જુગારીઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની શ્રાવણી જુગાર રમતા લોકો પર રોક બોલાવવા માટેની સૂચના હોય જેના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળેલ કે, અંદાડા ગામમાં રણછોડ કૃપા સોસાયટીમાં ખુલ્લામાં કેટલાક શખ્સો રૂપિયાની હાર જીતનો અંગત ફાયદા માટે જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી. કે. ભુતીયા સહિતના દ્વારા બાતમી વાળી જગ્યા પર પોલીસ રેડ પાડતા અંદાડા ગામે રણછોડ કૃપા સોસાયટીમાં આર.સી.સીના બાંકડા પાસે ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય જેમા પગ(1) રઘુવીરસિંહ ભુપતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 35 રહે 23 , રોહિણી પાર્ક સોસાયટી અંદાડા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ, (2) મિતેશ મહેન્દ્રભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 42 (3) સુરેશ મોહનભાઈ પંચાલ ઉંમર વર્ષ 55 (4) રમેશ જગમાલ મકવાણા ઉંમર વર્ષ 56 (5)દિલીપ જયરામ પટેલ ઉંમર વર્ષ 54 ઉપરોક્ત તમામ આરોપીઓ રહે .રોહિણી પાર્ક રણછોડ કૃપા સોસાયટી અંદાડા તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ,(6) સલીમ અબ્બાસ મુલતાની ઉંમર વર્ષ 36 રહે મસ્જિદ ફળિયું અંદાડા ગામ તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ તમામને જાહેરમાં પત્તા પાના વડે જુગાર રમતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હોય અંગ જડતીમાંથી રૂપિયા 36100 તથા કુલ ચાર મોબાઇલ ફોન કિંમત રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 76,100 ના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓની અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે અટકાયત કરી જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.