Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના યુવા ફોટો જર્નાલિસ્ટ અને વિડીયોગ્રાફર હરેશ બ્રહ્મભટ્ટને બીબા 2024 એવોર્ડ થી સન્માનિત કરાયા

Share

ભરૂચના યુવા ફોટો જર્નાલિસ્ટ અને વિડીયોગ્રાફર હરેશ બ્રહ્મભટ્ટને બીબા 2024 એવોર્ડ થી સન્માનિત કરાયા

ભરૂચમાં આય એવેન્ટ્સ દ્વારા બીબા એવોર્ડસ 2024 ( ભરૂચ ઇનફલુએનસર એન્ડ બ્લોગર એવોર્ડ્ઝ 2024) નું ચોકસી લાઈબ્રેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ અને વિડીયોગ્રાફર હરેશ બ્રહ્મભટ્ટને પણ બીબા એવોર્ડ્સ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

ભરૂચમાં આય એવેન્ટ્સ દ્વારા વર્ષ 2024 બીબા એવોર્ડ્ઝ ચોકસી લાઈબ્રેરી ખાતે યોજાઈ ગયો , આ ઇવેન્ટમાં 40 થી વધુ એજ્યુકેટર ડોક્ટર, એક્ટર, કોરિયોગ્રાફર, ફોટોગ્રાફર, મહેંદી આર્ટિસ્ટ, ફિટનેસ, સોશિયલ મીડિયા, ચેનલ તેમજ વીડિયો જર્નાલિસ્ટ અને ફોટોગ્રાફર વૈવિધ્યસભર શ્રેણીમાં લોકોને બીબા એવોર્ડ્સ 2024 થી ભરૂચની નામાંકિત હસ્તીઓને સન્માનિત કરવામાં આવી હતી , આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વૈભવ બીનીવાલ અને એજેલા ડ્રાયફ્રુટના માલિક પણ હાજર રહ્યા હતા, આ ઇવેન્ટનો હેતુ ભરૂચ માં વિવિધ ક્ષેત્રે કાર્ય કરનાર અનેરી પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને સન્માન આપવાનો રહ્યો હતો , ભરૂચની વિશિષ્ટ ટેલેન્ટ ધરાવતા લોકોને બીબા 2024 એ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, જેમાં ભરૂચ ના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ અને વિડીયોગ્રાફર હરેશ બ્રહ્મભટ્ટ ને પણ આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ નાઈટ્સમાં ભરૂચ શહેરની અનેક નામાંકિત હસ્તિઓ ઉપસ્થિત રહી હતી તેઓએ ભરૂચના પ્રતિભા સંપન્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિઓની સરાહના કરી હતી. આ ઇવેન્ટના આયોજન માટે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.


Share

Related posts

ઝઘડિયા : રાજપારડીના યુવકે વીજ લાઇન પર લંગરીયું નાંખી કરી આત્મહત્યા.

ProudOfGujarat

નર્મદા ડેમની ઉપરવાસના ઇન્દિરા સાગર ડેમનું રૂલ લેવલ જાળવવા વિજ મથકો ચાલુ કરાયા:ડેમની સપાટી 10 દિવસમાં 1 મીટર વધી.

ProudOfGujarat

માંગરોળનાં અમરકુઇ ગામનાં જંગલમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!