Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં અનઅધિકૃત બોટલમાંથી ગેસ રિફિલિંગ નો પદાઁફાશ કરી બે શખ્સોને ઝડપી પાડતી એસ.ઓ.જી ની પોલીસ

Share

ભરૂચમાં અનઅધિકૃત બોટલમાંથી ગેસ રિફિલિંગ નો પદાઁફાશ કરી બે શખ્સોને ઝડપી પાડતી એસ.ઓ.જી ની પોલીસ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડા ની સૂચના અનુસાર SOGની ટીમને ગેરકાનું ની પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે કામગીરી સોપેલ હોય તે દરમિયાન બાતમીના આધારે એસોજીનીટીમે બોલેરો પીકપ ગાડીમાંથી ભયજનક પદાર્થ ટ્રાન્સફર કરવા સબબ બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચની સુચના અનુસાર એસોજી ટીમ ભરૂચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એચ. ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ને બાતમી મળેલ કે ઉમરાજ ગામની સીમમાં થી ચાવજ જતા રોડ પર બોલેરો પીકપ ગાડી નં. GJ-16-AU-8749 માંથી કોઈ 2 શકશો દ્વારા ભયજનક પદાર્થ બેદરકારી પૂર્વક ગેસની બોટલ માંથી બીજી બોટલમાં ટ્રાન્સફર કરી વેચાણ અર્થે અનઅધિકૃત રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે, જે ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસે બનાવ સ્થળ પર રેડ પાડતા (1) પ્રકાશચંદ બિરુરામ બિશ્નોઇ હાલ રહે મકાન નંબર 203 અનુજ એપાર્ટમેન્ટ સાવજ તાલુકો જીલ્લો ભરૂચ મૂળ રહે જોધપુર રાજસ્થાન, (2) સુભાષ રામુ રામ સીંગડ હાલ રહે મકાન નંબર 203 અનુજ એપાર્ટમેન્ટ સાવજ તાલુકો જીલ્લો ભરૂચ મૂળ રહે જોધપુર રાજસ્થાન બંને શખ્સો દ્વારા ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલમાંથી થોડો થોડો ગેસ કાઢી વેચાણ અર્થે અનઅધિકૃત રીતે એક ગેસની બોટલ માંથી બીજી ગેસની બોટલમાં ટ્રાન્સફર કરવામાં આવતું હોવાનું પોલીસ રેડ દરમિયાન ભયજનક કામગીરી કરતા હોય આથી પોલીસે સળગી ઊઠે તેવા પદાર્થ બેદરકારીપૂર્વક ટ્રાન્સફર કરવા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય તેવી કામગીરી કરતા હોય જેથી એસઓજીની ટીમે પોલીસે રેડ દરમિયાન HP કંપનીની રાંધણ ગેસની ખાલી બોટલ નંગ ત્રણ કિંમત રૂપિયા 1500 ગેસ ભરેલ બોટલ નંગ 18 કિંમત રૂપિયા 14,580 બોલેરો પીકપ ગાડી નં.GJ- 16- AU- 8749 કિંમત રૂપિયા 2 લાખ વજન કાંટો નંગ એક કિંમત રૂપિયા 500 ગેસ રિફિલિંગ પાઇપ નંગ એક કિંમત રૂપિયા 100 તમામ મુદ્દા માલ મળી કુલ રૂપિયા ₹2,16,680 નો મુદ્દા માલ કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી બી.એન. એસ. કલમ 287/ 125 મુજબ ગુનો દાખલ કરી એસોજીની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.


Share

Related posts

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે યુપીઆઈ ઑટોપે મેન્ડેટ લોન્ચ કર્યું

ProudOfGujarat

ગોધરા : નિરંકારી સંત્સગ ભવન ખાતે રસીકરણ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના કમાટી બાગની જોય ટ્રેન બની મતદાર જાગૃતિનું માધ્યમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!