કરજણના કિયા ગામ ચોકડી પાસે એક ટ્રકના કેબીનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…
કરજણ થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ ઉપર આવેલા કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રકના આગળ ના ભાગે કેબીનમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કિયા ચોકડી પાસે સાંજના સુમારે ૮ વાગાના સમયે ટાઇલ્સ ભરેલી ટ્રક કરજણ તરફ થી પસાર થતા ટ્રક ની કેબિનમાં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લાગેલી આગમાં ટ્રક બળી ને ખાક થઇ ગઈ હતી ટ્રકની ડ્રાઈવર ની અંદર ની સાઈડમાં વધુ પ્રમાણમાં નુક્સાન થવા પામ્યું હતું…