Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરથી કોલસાની હેરાફેરીનું કૌભાંડ ઝડપી લઇ 7 આરોપીની અટકાયત કરતી એલસીબી પોલીસ

Share

અંકલેશ્વરથી કોલસાની હેરાફેરીનું કૌભાંડ ઝડપી લઇ 7 આરોપીની અટકાયત કરતી એલસીબી પોલીસ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું છે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના આર.કે.ટોરાણીની ટીમ દ્વારા સુરતના મગદલ્લા પોર્ટ પરથી દહેજ ખાતે ટ્રાન્સપોર્ટમાં લઈ જવાતા કોલસાની કરવામાં આવતી હેરાફેરીનો પર્ડાફાશ કરી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પરથી વાહનો અને અન્ય સાધનો મળી પોલીસે આઠ લાખથી વધુનો મુદ્દામાલ સાથે 7 આરોપીઓની અટકાયત કરી છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં દહેજની નાલ્કો અલ્કાઇઝ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કોલસો ભરી જીએસટી નાલ્કો અલ્કાઇઝ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ખાલી કરવા જતા હોય તે સમયે નેશનલ હાઇવે નંબર 48 પર સુરત થી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મી બ્રિજ પાછળ આવેલ નહીમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડીંગ ખાતે કોલસો ઈમ્પોર્ટ કરતાં મહત્વનો કોલસો કાઢી તેના બદલે થાનની માટી તથા ફ્લાસ્ક મિક્સ કરી કંપનીમાં ભેળસેળયુક્ત કોલસો મોકલી આપી કંપની સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ શૈલેષકુમારસિંહ મહેશ ચંદ્રસિંહ દ્વારા નોંધાવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એલ.સી.બી. પોલીસ આર. કે. ટોરાણી કોલસા ચોરી તથા હેરાફેરીના કૌભાંડ બાબતે જણાવ્યું હતું કે, અંદાજિત 7 જેટલા આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરું રચી સુરત મગદલ્લા પોર્ટ ખાતેથી અલગ અલગ ટ્રકમાં ઈમ્પોર્ટ કોલસોભરી જીએસસીએલના નાલ્કો અલ્કાઇઝ પ્રાઇવેટ લિમિટેડ દહેજ ખાતે ખાલી કરવા જતા સુરત થી અંકલેશ્વર તરફના માર્ગ પર લક્ષ્મી બે બ્રિજ પાછળ નેશનલ હાઇવે નંબર 48 ખાતે તેઓ દ્વારા સારી ગુણવત્તાનો કોલસો કાઢી તેના બદલે થાનના માટી તથા ફ્લાય મિક્સ કરી કંપનીના ભેળસેળયુક્ત કોલસો આપી કંપની સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે, જે અનુસંધાને તપાસ કરવામાં આવતા, કંપની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યાનું સામે આવ્યું હોય આથી ભરૂચ એલસીબી પોલીસે (1) વજુ ભીમા માથકિયા, રહે. સુરેન્દ્રનગર થાન, (2) રાજેન્દ્ર શ્રીરામકાલુ રહે. અરિહંત પાર્ક કડોદરા, (3) રોહિત લાલા કટાર (4) અજય લાલા કટાર રહે. કડાણા મહીસાગર(5) રઈશ અફસર રહે. મીરજાપુર(6) શેરૂ રાય સિંહા રહે અમલીયાર (7)】અજમલ હુસેન રેશમ જાતે અલી ઉમર વર્ષ ઉત્તર પ્રદેશ યુપી હાલ રહે. નીલમ હોટલ સહારા ટ્રાન્સપોર્ટ, ને પોલીસે ગોડાઉન માંથી ઈમ્પોર્ટ કોલસો કાઢી તેને બદલે થાનની માટે તથા ફ્લાયર્સ મિક્સ કરી કંપનીમાં ભેળયુક્ત કોલસો મોકલી આપી કંપનીને ઠગાઈ કર્યા બાબતે કુલ 121, 41 ટન કોલસો કુલ રૂપિયા 8,61,657 ની ઠગાઈ કરી હોય જે સંબંધ તમામ આરોપીઓને પોલીસે ઝડપી લઇ આગળ BNSS એક્ટ મુજબ કલમ 35 (1) કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

રાજપારડી પંથકમાં ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી શાળાઓ ના બાળકો દ્વારા લોક જાગૃતિ માટે રેલી ના આયોજન થયા.

ProudOfGujarat

માંગરોળના ઝંખાવાવમાં ભાજપ કાર્યકરોની ટિફિન બેઠક યોજાઈ

ProudOfGujarat

પંચમહાલની તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!