જામનગર જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
જામનગર જિલ્લા પંચાયત પરિવાર દ્વારા પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ માટે બિનચેપી રોગો માટેનો હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. જિલ્લા પંચાયત જામનગર હેઠળ ફરજ બજાવતા પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ સ્વસ્થ રહી પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તેવા શુભ હેતુ સાથે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં સર્વેના બી.પી., ડાયાબિટીસ અને હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવેલા. જેમાં 288 જેટલા પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓની તપાસણી કરવામાં આવી હતી. જેમાંથી 27 ડાયાબીટીસના કેસ અને 31 બી.પી.ના દર્દીઓની જી.જી.સરકારી હોસ્પિટલના ફિઝીશીયન ડો.જતીન દેસાઈ દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં ડો.ધમસાણીયા, ડો.અલ્તાફ, ડો.જયેશ પટેલ, ડો.ભુમિ અને ડો.આફતાબ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબોરેટરી ટેકનિશિયન દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, આર.સી.એચ.ઓ. ડો.નૂપુર કુમારી પ્રસાદ, અન્ય સમિતિના ચેરમેનશ્રીઓ, કર્મચારી સંઘ હોદેદારો, આરોગ્ય મંડળના હોદેદારો, તાલુકા હેલ્થ ઓફિસરો, ફાર્માસિસ્ટ અને દરેક શાખાના કર્મચારીગણ હાજર રહ્યા હતા.