ભરૂચના એડવોકેટ એન્ટીકરપ્શન બ્યુરોની ઝપેટમાં રૂપિયા ચાર લાખની કરી માંગ
ભરૂચમાં એક સિનિયર એડવોકેટ અસીલનો કેસ પૂરો કરાવવા બાબતે અને તેમની તરફેણમાં ચુકાદો લાવવા માટે ₹ 500,000 લાખની લાંચની માગણી કરવામાં આવી હોય તેવું એન્ટીકરપ્શન બ્યુરોને જાણવા મળતા છટકું ગોઠવી ₹4,00,000 ની રકમ સાથે સિનિયર એડવોકેટ સલીમ ઈબ્રાહીમ મન્સૂરીને સેશન્સ કોર્ટ ખાતેથી લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
આ બનાવની વિગતો અનુસાર એક જાગૃત નાગરિકે ગઈકાલે એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કરી વિગતો જણાવી કે અમારો વર્ષ 2022 માં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો તેમાં હાલ ચાર્જશીટ થઈ જતા ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની અદાલતમાં કેસ ચાલતો હોય હાલ દલીલો ચાલતી હોય ફાઈનલ દલીલ બાકી હોય તેવામાં અમારો કેસ ચલાવનાર વકીલ સલીમ ઈબ્રાહીમભાઇ મન્સૂરી રહે. કાસદ ગામ જીલ્લો ભરૂચ તેઓએ જુની મામલતદાર કચેરીની સામે આવી અમોને અમારી તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂ.5 લાખની માંગ કરેલો હોય તેમાંના રૂપિયા 4 લાખ એડવાન્સ આપવાનો વાયદો અમારા દ્વારા કરવામાં આવેલો હોય પરંતુ અમે તેઓને લાંચના રૂપિયા આપવા માંગતા ના હોય તે માટે એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા લાંચ નું છટકું ગોઠવી છટકા દરમિયાન એડવોકેટ સલીમભાઈ ખાનગી રહે ₹4,00,000 લેવા જતા આ કામના આરોપી એડવોકેટ સલીમ ઈબ્રાહીમ મન્સૂરીને એસીબી પોલીસે લાંચ નું છટકું ગોઠવી નાણા ચાર લાખ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હોય, આથી પોલીસે એન્ટીકરપ્શન બ્યુરોમાં તેઓની ફરિયાદ નોંધ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.