Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના કવિઠા થી ઉમરા તરફના રસ્તા પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીને ઝડપી પાડતી નબીપુર પોલીસ

Share

ભરૂચ જિલ્લાના કવિઠા થી ઉમરા તરફના રસ્તા પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીને ઝડપી પાડતી નબીપુર પોલીસ

ભરૂચ જિલ્લામાં ચાલતી પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જુદા જુદા પોલીસ ટુકડીઓ તૈયાર કરી જાહેરમાં પત્તા પાનના વડે જુગાર રમતા લોકો પર રોક લગાવવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કવિઠા ગામથી ઉમરા ગામ તરફ જવાના રસ્તા પર આવેલ બંધ સુગર મિલ પાસે ચાર શખ્સોને પતા પાના વડે જુગાર રમતા ઝડપી પાડ્યા છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રિના સમયે નબીપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ ગોવિંદભાઈને બાતમી મળેલ કે કેટલાક શખ્સો કવિઠા ગામથી ઉમરા ગામ તરફ જવાના રસ્તા પર આવેલ બંધ સુગર ફેક્ટરી મીલની બહારના ભાગે પત્તા પાના વડે ખુલ્લી જગ્યામાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચો રૂબરૂ રેડ કરતા (1) રણજીત ખોડાભાઈ વસાવા ઉમર વર્ષ 52 રહે કવિઠા ગામ મોટો ભીલવાડો તાલુકો જીલ્લો ભરૂચ, (2) કલ્પેશ મેલાભાઈ વસાવા ઉમર વર્ષ 28 રહે કવિઠા ગામ નવીનગરી તાલુકો જીલ્લો ભરૂચ, (3) આસીફ ગુલામ શેખ ઉમર વર્ષ 35 ઉમરા ગામ ફૂલવાળું ફળિયું તાલુકો જીલ્લો ભરૂચ (4) ઇમરાન દાઉદ ખોડા વાલા (વોરા પટેલ) ઉંમર વર્ષ 35 ધંધો ભંગારનો છુટક રહે ઉમરા ગામ પંચાયતની સામે તાલુકો જીલ્લો ભરૂચ તમામ આરોપીઓની પોલીસે અટકાયત કરી દાવ ઉપરની રોકડ રકમ 1,290 એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 મોટરસાયકલ કિંમત રૂપિયા 15,000, દાવ ઉપરની રોકડ રકમ રૂપિયા 5780 કુલ રૂપિયા 25,780 પત્તા પાના પાછળનું સહિતનો મુદ્દા માલ પોલીસે કબજે લઈ ચારે આરોપીઓની અટકાયત કરી છે. જુગાર ધારાની કલમ 12 મુજબ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા વોન્ટેડ આરોપી જે પોલીસ રેડ દરમિયાન બનાવ સ્થળ પરથી નાસી છૂટ્યો હોય તેની નબીપુર પોલીસે શોધ ફળ હાથ ધરેલ છે.


Share

Related posts

ભરૂચ : વર્ષોથી વિકાસનાં નામે વંચિત સારંગપુર ગામનો પરપ્રાંતીય વિસ્તાર.

ProudOfGujarat

કેમિકલ વેસ્ટ ગેરકાયદે નિકાલ – અંકલેશ્વરની સૂર્યા લાઇફ સાયન્સ કંપનીના એમડી સહિત 3 આરોપી સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!