આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો
ભરૂચ- શુક્રવાર- નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભરૂચ દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન સારવારનું કલરવ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
વરસાદની સીઝનમાં ઋતુજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન,શરદી, ખાંસીતાવ, ચામડીના તથા પાચનતંત્રના રોગો તથા અન્ય તમામ રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ૧૦૦ થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો
આ કેમ્પમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂતા આયુર્વેદ ડૉકટર અને હોમિયોપેથીક ડોકટર એ પોતાની સેવાઓ આપી હતી,જેમા બહોળા પ્રમાણમાં લોકોએ કેમ્પૂનો લાભ લીધો હતો.