પાનોલી જીઆઇડીસી વિસ્તારના રહેવાસીઓએ વાયુ પ્રદુષણ અટકાવવા જીપીસીબી સમક્ષ કરી માંગ
પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં વધતા જતા વાયુ પ્રદૂષણના કારણે આસપાસના લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે આ પ્રદૂષણના લીધે આ વિસ્તારના રહેવાસી જુનેદ યુસુફ પાંચ ભાયો દ્વારા જીપીસીબી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
લેખીત રજૂઆતમાં જણાવ્યા અનુસાર પાનોલી વિસ્તારમાં આવેલા ગ્રામજનોને વાયુ પ્રદુષણના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અવારનવાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ આ વિસ્તારમાં વધતા જતા વાયુ પ્રદુષણને અટકાવવા માટેની રજૂઆતો કરેલી છે તેમ છતાં આ મુદ્દા પર જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી પ્રદૂષણને અટકાવવા માટે તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવાની આવશ્યકતા હોય, પાનોલી વિસ્તારમાં આવેલ જીઆઇડીસી ને કારણે વાયુ પ્રદુષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે આ વિસ્તારમાં રહેતા લોકોને શુદ્ધ હવા પાણી મળી રહે તે માટે અનેક વખત ગ્રામજનોએ પ્રયત્નો હાથ ભર્યા છે પરંતુ રજૂઆતને યોગ્ય ન્યાય મળ્યો નથી આથી આ તકે જીપીસીબીને લેખિત રજૂઆત કરેલ છે આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે વાયુ પ્રદુષણના કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યું છે પાનોલી વિસ્તારના ગ્રામ્ય સમાજના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે સ્વસ્થ અને તંદુરસ્ત વાતાવરણમાં જીવવું દરેક વ્યક્તિનો અધિકાર છે સતત જીઆઇડીસી વિસ્તારમાં રહેતા લોકોને વાયુ પ્રદુષણનો ભોગ બનવું પડે છે આથી આવા સંજોગોમાં પાનોલી વિસ્તારના રહેવાસીઓની જીપીસીબી સમક્ષ તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવે આ વિસ્તારમાંથી વાયુ પ્રદુષણ ફેલાતું અટકાવતી પગલાં લેવામાં આવે તેવી રજૂઆતમાં માંગ કરી છે.