Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભરૂચ વર્ષ-૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ સંપન્ન

Share

ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભરૂચ વર્ષ-૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ સંપન્ન

ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પ નાને ધ્યાનમાં રાખી વિકસતું ભરૂચ વર્ષ-૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા હાંકલ કરતા કલેક્ટર શ્રી તુષાર સુમેરા

Advertisement

વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાતમાં ભરૂચને વિકસિત બનાવવાની પરિકલ્પનાં સાકાર કરવા મનોમંથન

ભરૂચ- શુક્રવાર- ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિકસિત ભરૂચ વર્ષ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ અતંર્ગત જિલ્લાના અધિકારીઓ શ્રી માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૪૭ માટેના રાષ્ટ્રનું વિઝન રજુ કર્યુ છે આ વિઝન મુજબ આઝાદીની શતાબ્દિ સુધીમાં દેશને વિકાસને નવી ફલક પર લઇ જવાનો છે. નવા ભારતની કલ્પના કરી દેશ અને નાગરિકોને સમૃધ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સામૂહિક પ્રયાસો કરવાની હાંકલ કરી છે તે વિઝનને વિકસિત ભારત વર્ષ ૨૦૪૭ તરીકે ઓળખવામાં આવે છે.

રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે અને રાજ્યની જનતાની તમામ સુખાકારીમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ગુજરાત વર્ષ ૨૦૪૭ તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યનાં આ વિઝનને સાકાર કરવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટકાઉ વિકાસને લગતા અગત્યના નિર્દેશકો ધ્યાને લઇ ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યાંકો નિયત કરી ભરૂચ જિલ્લા માટે વિકસિત ભરૂચ વર્ષ ૨૦૪૭ નામનું એક વિઝન ડોક્યુમેન્ટ અને જિલ્લાના વિકાસનો રોડ મેપ તૈયાર કરવા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ કહ્યું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં જિલ્લાને વિકસિત ભરૂચ બનાવવા માટે ભવિષ્યના પડકારોને ધ્યાને રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પ નાને ધ્યાને રાખી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે. સંબંધિત વિભાગો પોતાના વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત ભવિષ્યના પડકારો અને તેના સમાધાન માટેની દ્રષ્ટિકોણ રાખી કાર્ય કરે.

આ તકે તેમણે ભરૂચ જિલ્લામાં શિક્ષણ ઉદ્યોગ, પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં રહેલી શક્યતાઓને ચકાસતું પ્રેઝેન્ટ્રેશન નિહાળ્યું હતું. આગામી દાયકાઓમાં વિકાસની દ્વષ્ટિએ એશિયા ખંડમાં ભારત દેશ માટે અપાર તકો છે ત્યારે વર્ષ ૨૦૪૭. સુધીમાં ભારત ચોક્કસ વિકસિત રાષ્ટ્ર બનશે અને ત્યારબાદ પણ ભારત દેશ અગ્રેસર રહેશે.

તમામ વિભાગના અધિકારીશ્રીઓ આ વિઝન ડોક્યુમેન્ટની પરિકલ્પનાને સાકાર કરવા માટે ભવિષ્યનું આયોજન પોતાના વિભાગમાં ૧૦ વર્ષ પહેલાં શું સ્થિતિ હતી હાલમાં શું સ્થિતિ છે અને ભવિષ્યમાં કેવી સ્થિતિ હશે તેના આધારે કામ કરે. આ વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત ઇઝ ઓફ લીવીંગ અને ઇઝ ઓફ એનીંગ બે મહત્ત્વના પાસા છે તેને આવરી લેતા સંબંધિત વિભાગો વિઝન ડોક્યુમેન્ટની તૈયારી કરે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

જિલ્લા આયોજન અધિકારી શ્રી દ્વારા તમામ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને આ વિઝન ડોક્યુમેન્ટ અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી વધુમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ૨૦૪૭ સુધીનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો.

આ વર્કશોપમાં જિલ્લાના માનવ સંશાધનના વિકાસ સાથે શિક્ષણ આરોગ્પ, પોષણ, સામાજિક-આર્થિક વિકાસની સાથે-સાથે માળખાગત સુવિધાઓ કૃષિ, પશુપાલન, મદ્રા ઉદ્યોગ અને ઉદ્યોગોમાં ટકાઉ વિકાસ અને સક્ષમ બનાવવા Living Well અને Earning Well’ના સિધ્ધાંતોને ધ્યાને રાખી જિલ્લાનું વિઝન ડોક્યુન્ટ તૈયાર કરવા વધુ વ્યુંહરચના વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ પ્રગતિ સમૃધ્ધિ અને પ્રેરણાત્મક વિકાસને સમાવિષ્ટ કરતું એક સ્વપ્નદ્રષ્ટા ડોક્યુમેન્ટ બનશે. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરમાં ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

વાંકલ : માન.મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજા માટે સામુહિક આરોગ્ય હેતુ ઓકિસજનનાં પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા.

ProudOfGujarat

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૦ એ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!