જામનગર જિલ્લાના જામજોધપુરના તરસાઈ ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને જીરીયાટ્રીક કેમ્પ યોજાયો
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને વિભાગીય નાયબ નિયામકની કચેરી રાજકોટના માર્ગદર્શન મુજબ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર દ્વારા પ્રેરિત સરકારી આયુર્વેદ દવાખાના ગામ તરસાઈ તાલુકો જામજોધપુર દ્વારા વર્લ્ડ સિનિયર સિટીઝન ડે ની ઉજવણીના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પ અને જીરીયાટ્રીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં આવેલા લાભાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધી જરૂરી તપાસ કરવામાં આવી હતી , અને તેમના રોગ અનુસાર નિદાન કરી તેમને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. લાભાર્થીઓને સ્વસ્થવૃત સંબંધી માહિતી આપતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને સ્વાસ્થ્ય સંબંધી બેનર પ્રદર્શન કરીને તેમને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ નિદાન કેમ્પમાં કુલ 57 લાભાર્થીઓ લાભાન્વિત બન્યા હતા. તેમાં વૃદ્ધાવસ્થાજન્ય રોગોના 36 લાભાર્થી, હાઇપરટેંશનના 7, ડાયાબિટીસના 5, રીસ્પીરેટરી સિસ્ટમના 2, મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમના 10, ગૅસ્ટ્રો ઈન્ટેસ્ટીનલ સિસ્ટમના 7, યુરીનરી ટ્રેક સિસ્ટમના 1, નર્વસ સિસ્ટમના 2 અને સ્કિન એન્ડ હેર રિલેટેડ ડિસીઝના 2 લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.