જામનગરમાં એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ખાતે ‘ઇન્ડોર ગેમ્સ કોમ્પલેક્ષ’નું ઉદ્ઘાટન કરાયું
શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગર ખાતે મેડીકલનો અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે’ઇન્ડોર ગેમ્સ કોમ્પ્લેક્ષ’નું ઉદ્ઘાટન સંસ્થાના પૂર્વ પ્રોફેસર અને પેથોલોજી વિભાગના વડા અને ટ્રસ્ટી ડૉ.જે.આર.જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. કુલ ૱ ૬ લાખ જેટલુ ભંડોળ સંસ્થાના એલ્યુમની સ્કોલરશીપ ફંડ અને ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું હતુ. ઉલ્લેખનિય છે કે ૨૦૦૫ની સાલમાં સ્થપાયેલ આ સંસ્થા દ્વારા વખતો વખત શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગરને વિવિધ ડોનેશન તથા જરૂરિયાત મુજબની સહાય પુરી પાડવામાં આવે છે.રમત ગમતનું આ કોમ્પલેક્ષ બનાવવામાં ડૉ.જીજ્ઞેશ વડગામા તથા રવિ મહેતાનો પણ અમુલ્ય ફાળો રહેલ છે. જેઓ ડૉ.જે.આર.જોશીની આગેવાનીમાં ખૂબ જ ટુંકાગાળામાં આ કોમ્પલેક્ષના નિર્માણમાં સહાયભૂત થયા અને કોમ્પ્લેક્ષનું કામ પૂર્ણ થયુ. આ પ્રસંગે સંસ્થાના ડીન, અધિક ડીન, તબીબી અધિક્ષક, ડૉ.ગાયત્રી ઠાકર (ગાયનેકોલોજિસ્ટ અને ટ્રસ્ટી) તથા સંસ્થાના વિધાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.