ભરૂચ જિલ્લાના આમોદમાંથી ચોર ગઠીયા રાત્રીના સમયે ઇકો ગાડી ઉઠાવી ગયા
ભરૂચના આમોદમાંથી રક્ષાબંધનના દિવસે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો સ્ટેશન ફળિયું ખાતે રહેતા હોય પરિવારની ઇકો સુઝુકી કંપનીની ગાડી ચોરી ગયેલની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના આમોદના વતની વાસુદેવભાઈ ઠાકોરભાઈ પંચાલ ઉંમર વર્ષ 42 ખાનગી કંપનીમાં વ્યવસાય કરતા હોય તેઓ સ્ટેશન ફળિયું આમોદ જીલ્લો ભરૂચના રહેવાસી હોય તેઓએ પોલીસ મથકમાં રૂબરૂમાં એ મતલબની ફરિયાદ નોંધાવી છે, કે હું શ્યામ ટાયર પ્રાઇવેટ લિમિટેડ કંપની શાયખા ખાતે ખાનગી કંપનીમાં કામ કરી મારું પરિવારનું ગુજરાન ચલાવું છું મારા નાના ભાઈ વિપુલભાઈ અને મારો પરિવાર અમે બંને સંયુક્ત રીતે રહેતા હોય, વર્ષ 2019 માં મારા નાના ભાઈ વિપુલભાઈ માટે મારુતિ સુઝુકી કંપનીની ઈકો ગાડી મારા નામ પર લીધેલ હોય જેનો રજીસ્ટર નંબર GJ- 16- CM- 3644 હોય તેની કિંમત રૂ.
2,10,1000-/ જે ઈકો ગાડી માટે મહેન્દ્રા ફાઇનાન્સમાંથી લોન લીધેલી હોય અને લોનના હપ્તાનું ચુકવણું પણ બાકી હોય તાજેતરમાં રક્ષાબંધનની અગાઉ મારા ભાઈ વિપુલભાઈ અમદાવાદ ખાતે ઇકો ગાડી વર્ધીમાં લઈને ગયેલા હોય ત્યાંથી 9:00 વાગ્યે પરત ફરેલ હોય રાત્રિના સમયે ખુલ્લી જગ્યામાં લોક કરી ફોરવીલ ગાડી પાર્ક કરેલ હોય રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાત્રે પરિવારના સભ્યો જમી પરવારી સુઈ ગયેલા હોય રાત્રે ગાડી ઘરના આગળના ભાગમાં પાર્ક કરેલી હોય સવારે ઊઠીને 6:00 વાગ્યે જોતા ઘરની આગળના ભાગમાં ઇકો ગાડી પાર્ક કરેલી જોવા મળેલ ન હોય આથી મેં તથા મારા ભાઈએ આજુબાજુના ગામોમાં શોધખોળ કરેલ પરંતુ ફોરવીલ ગાડી મળી આવેલના હોય જે ગાડી ન મળતા અંતે સુઝુકી કંપનીની સફેદ કલરની વર્ષ 2019 ના મોડલની ઈકો ગાડી કોઈ અજાણ્યા શખ્સો લોક તોડી આગર ડુપ્લીકેટ ચાવી લગાવી ઘરના આગળના ભાગમાંથી ફોરવીલ ગાડી ચોરી ગયાની વિગત પોલીસ મથકમાં નોંધાવેલ છે ગાડીની આરસી બુક તથા વિમાની નકલો વગેરે લાગતા કાગળો પણ પોલીસ મથકમાં રજૂ કરેલ છે.