ભરૂચમાં કાજરા ચોથની પરંપારિક રીતે ઉજવણી કરતો ખત્રી સમાજ
સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર ભરૂચના જ ક્ષત્રિયો કાજરાચોથની ઉજવણી કરતા હોય છે, જેમાં બહેનો દ્વારા માતા વાવવામાં આવે છે, અને ત્યારબાદ ચોથના દિવસે દરેક બહેનો શ્રદ્ધાપૂર્વક આ દિવસની ઉજવણી કરે છે.
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શ્રાવણ માસ નિમિત્તે અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભરૂચના ખત્રીઓ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ કાજરાચોથની ઉજવણી કરવામાં આવે છે, આ વ્રતમાં બહેનો દ્વારા માતા વાવવામાં આવે છે, જેનું પૂજન અર્ચન કરી બહેનો ભાવપૂર્વક વ્રત ઉપવાસ કરે છે, ત્યારબાદ સિંધવાઈ માતાના મંદિરે ચોથના દિવસે પૂજન અર્ચન કરી કાજરાને નચાવવામાં આવે છે , અને ત્યારબાદ દરેક ખત્રીના ઘેર ઘેર કચરાચોથની ઉજવણી કરવામાં આવે છે.
દંત કથા અનુસાર એક સમયે ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે માતા હિંગળાજ એટલે કે સિંધવાઈ માતાએ ખત્રી સમાજને બચાવ્યા હતા તે સમયથી આજ દિન સુધી ભરૂચના ખત્રી સમાજે કાજરાની પૂજા કરી કાજરો ઝુલાવી ઉજવણી કરવામાં આવે છે , જે પરંપરા ને આજ સુધી ભરૂચના ખત્રી સમાજે જાળવી રાખી છે, આજે ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા પરંપારિક રીતે સિંધવાઈ માતાના મંદિર ખાતેથી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કાજરાચોથની ઉજવણી કરવામાં આવી હતી.