Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે  – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

Share

*ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે  – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ*

*જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિ અને ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી હતી – મંત્રી ઋષિકેશ પટેલ*
………..
*દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામસાહેબ એ પોલેન્ડના ૬૦૦ થી વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપીને તેમના “વાલી” ની ભૂમિકા ભજવી હતી*
……….
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. ૨૧ અને ૨૨ ઓગષ્ટ એ યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે.
વડાપ્રધાન શ્રી એ આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

*ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટ માં જણાવ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે.વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્ધ બનાવશે.*

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત 
” વિકાસ ભીનાં , વિરાસત ભીના” મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ  દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.

મંત્રી ઋષિકેશ પટેલ એ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના ૬૦૦  જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન  આપ્યું હતું . આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન , શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી .વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામસાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે.


Share

Related posts

VNSGU ની ઓફલાઇન પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે તેવી સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા રજુઆત…

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી જલદર્શન સોસાયટી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, અન્ય ત્રણ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!