Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જામનગરના જીવાભાઈએ પોતાનું નિવૃતિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત

Share

જામનગરના જીવાભાઈએ પોતાનું નિવૃતિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત

ગામના સીમાડે આવેલી જગ્યામાં લીમડો, પીપળો, વડ, ઉંબરો સહિતના 1500 વૃક્ષોનું કર્યું વાવેતર

Advertisement

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે. હજારો વર્ષો પહેલા, ભારતીય ઋષિ-મુનિઓએ માનવ જીવનના કલ્યાણ અને સુખ માટે પર્યાવરણ અને પ્રકૃતિના સાનિધ્યનું મહત્વ સમજ્યું હતું. ભારતીય સંસ્કૃતિનો આધાર વૈદિક યુગ રહ્યો છે, અને તેનો પ્રાથમિક સ્ત્રોત વેદો છે. વેદોના અભ્યાસ પરથી જાણવા મળે છે કે પર્યાવરણના મહત્વ અને તેના રક્ષણ વિશે ઘણી જાગૃતિ હતી. ત્યારે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સમગ્ર રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे ।, फलान्यपि परार्थाय वृक्षाः सत्पुषा ईव ॥ અર્થાત એ બીજાને છાંયડો આપે છે અને પોતે ભર તડકે ઉભો રહે છે, ફળ પણ બીજાને માટે આપે છે, સાચે વૃક્ષ સત્પુરુષ સમાન છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગાજર ગામે રહેતા જીવાભાઇ ચીખલિયાએ પણ પ્રકૃતિના પરોપકારની ભાવના સમજી છે.

જીવાભાઇ પોતાનું નિવૃતિ જીવન પ્રકૃતિને સમર્પિત કર્યું છે. તેઓએ ગામના સીમાડે આવેલી જગ્યામાં 1500 જેટલા વૃક્ષોનું પૂજન કર્યા બાદ વાવેતર કરી ખરા અર્થમાં પોતાનો પ્રકૃતિપ્રેમ સાર્થક કર્યો છે.

જીવાભાઇ જણાવે છે કે, તેઓએ વર્ષ 2023માં શ્રાવણ માસમાં લીમડો, પીપળો, ઉંબરો જેટલા 1500 વૃક્ષોનું વનવિભાગની સહાયતાથી વાવેતર કર્યું છે. લીમડો આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણો ગુણકારી છે, તો પીપળો ચોવીસ કલાક ઑક્સીજન આપે છે. ઉંબરાના ફળ પક્ષીઓ ખાઈ શકે છે. દરેક માણસે વૃક્ષોનું વાવેતર તો કરવું જ જોઈએ. જેથી કરીને પર્યાવરણમાં સુધારો થાય તે આધુનિક જીવન શૈલીમાં અત્યંત જરૂરી છે.

મારા નિવૃત જીવનમાં મને વિચાર આવ્યો કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા છે જેથી આજુબાજુનું વાતાવરણ પણ સુધરે અને આવનારી પેઢીને પણ મદદરૂપ થાય. જામનગર જિલ્લા કક્ષાના વનમહોસત્વ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા જીવાભાઇને અંગત રસ લઈને વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર અને તેની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરી સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી સમાજમાં વૃક્ષ વાવેતર અને વૃક્ષ જતનનો સંદેશ પહોંચાડવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.


Share

Related posts

વડોદરાના વાડી રંગમહાલમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં, એક ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

લીંબડીમાં જળ જીલણી અગિયારસ નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી.

ProudOfGujarat

હેપ્પી બર્થડે ગોલ્ડન બ્રીજ : ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ 142 વર્ષનો થયો, વર્ષ 1881 માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!