જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જસાપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન
જામનગરમાં જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના જોડીયા દ્વારા જસાપર ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસાપર ગામના 24 પશુપાલક લાભાર્થીઓના 197 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરી અને ખસીકરણની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોને કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
પશુચિકિત્સા અધિકારી ડો.કે.એન.ખીમાણીયા અને ડો.સી.એસ.પટેલીયા દ્વારા જસાપર ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને આગામી માસમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને પ્રાણી ક્રૂરતા રોકવા અંગેના કાયદા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ નાયબ પશુપાલક નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.