પ્રારંભિક ધોરણે ભરૂચ શહેરના ચાર અલગ અલગ વિસ્તારોમાં મકાન માલિક પોતાના મકાન વેરાના નાણા ભરી શકે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.
Advertisement
ભરૂચ નગરપાલિકાના હદ્ વિસ્તારમાં આવતા મહમ્મદપુરા, સોનેરી મહેલ, કસક અને શક્તિનાથની આસપાસના લોકોને હાઉસ ટેકસ ભરવા માટે હવે નગરપાલિકા કચેરી સુધી જવું નહિ પડે. તા. ૧૯/૧૧/૨૦૧૮ થી તા. ૨૪/૧૧/૨૦૧૮ સુધી હંગામી ધોરણે આ ચાર અલગ અલગ સ્થળ ઉપર કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ભરૂચની જનતાને પોતાનો સમય તેમજ વાહન વ્યવહાર માટેનો ખર્ચ બચે તે આશયથી ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રારંભિક ધોરણે આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે આ તમામ કલેક્શન સેન્ટરો થકી લાખો રૂપિયાની બાકી પડતી વેરા આવક ઓછા સમય ગાળા દરમિયાન ભરૂચ નગરપાલિકાને મળી રહેશે.