Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં મેઘરાજાના મેળા માટે 106 સ્ટોલ્સની હરાજી કરાઈ

Share

ભરૂચમાં મેઘરાજાના મેળા માટે 106 સ્ટોલ્સની હરાજી કરાઈ

સ્ટોલનું ભાડું દિવસના 155 થી લઇ 1,750 સુધી નકકી કરાયું

Advertisement

ભરૂચના પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી શનિવારથી બુધવાર સુધી મેઘરાજાનો ભાતીગળ મેળો ભરાશે ત્યારે 22મીએ સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવશે. એક કિમીના રસ્તા પર 106 સ્ટોલની ફાળવણી કરાશે અને તેના માટે 155 થી 1,750 રૂા. સુધીનું રોજનું ભાડું નકકી કરાયું છે. ભરૂચ શહેરમાં 252 વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટે છે. જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવશે. દર વર્ષે સીટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. જેથી આ વર્ષે 8×8 ની 106 દુકાનો ફાળવશે. જેના માટે હરાજી નું આયોજન કરવામાં આવે છે. જેમાં 100 થી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે. આ તમામ દુકાનો સોનેરી મહેલ થી પાંચબત્તી વિસ્તારમાં મૂકવામાં આવે છે. દુકાન નંબર પ્રમાણે હરાજીની રકમ અલગ અલગ હો છે. જેમાં સોનેરી મહેલ વિસ્તારમાં આવતી દુકાનો ની કિંમત ઓછી હોય છે. મેઘરાજાથી પાંચબત્તી વિસ્તારની દુકાનોની વધુ કિંમત હોય છે. આ વિસ્તારમાં વધુની મેદની આવતી હતી,
હોવાના કારણે કિંમતમાં વધારો થતો હોય છે. હાલ હરાજીમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા માટે લોકો આવી રહ્યા છે. ત્યાર બાદ 22 ઓગસ્ટે 3 વાગ્યે મામલતદાર કચેરી સામે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે હરાજી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી શકશે.


Share

Related posts

રાજકોટમાં લુખ્ખાઓનો ત્રાસ : મફત પાન આપવાની ના કહેતા દુકાનદારને મારમારી તોડફોડ કરી

ProudOfGujarat

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં હરિદ્વાર સોસાયટીમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડા પાડતી ભરૂચ એલ.સી.બી….

ProudOfGujarat

મંત્રી પદમાં સામેલ થવા માટે અલ્પેશ, હાર્દિક અને રીવાબા પર સસ્પેન્સ, ફોન નથી આવ્યો એ વિશે શું કહ્યું?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!