ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયુ..
ભરૂચમાં આંબેડકર પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરાયો..
એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બહુજન સમાજે વખોડીયુ
ભરૂચ
સુપ્રીમ કોર્ટના એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનો એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટી દ્વારા પણ સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે લોકોએ એકત્ર થઈ આંબેડકર અને ફુલહાર પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી છે
સુપ્રીમ કોર્ટમાં સાત ન્યાયાધીશોની બેન્ચ પર એક એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં 21 મી ઓગસ્ટને ભારત બંધનો એલાન જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્ર ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરને ફુલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી સુપ્રીમ કોર્ટના નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે